ફરિયાદીને આરોપી બનાવતુ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, પીવીએસ શર્માના ઘરે આઈટી રેડ

શેર કરવા અહીં ક્લિક કરો.

બીજેપી નેતા પી.વીએસ  શર્માને નોટબંધીના સમય ગાળા દરમ્યાન સુરતમાં કાળાનાણાના કૌભાંડને બહાર લાવવાનુ ભારે પડ્યુ છે. તેમને 19 અને 20 ઓક્ટોમ્બરના રોજ પીએમ મોદીને ટેગ કરી કરેલા ટ્વીટ ભારે પડ્યા છે. તેઓએ આ ટ્વીટમાં સુરતના કલા મંદીર જ્વેલરી પાસેથી રોકડા 110 કરોડ પકડાયા હોવાનુ જણાવ્યુ હતુ. જેમાં ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના ભ્રષ્ટ ઓફિસરોએ મામુલી પેનલ્ટી લગાવી  કેસને રફેદફે કરી ભ્રષ્ટાચારનો આચર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આજ કારણોસર તેમના ઘરે ગઈ કાલ રાત્રે ઈન્કટેક્ષના દરોડા પાડવામાં આવ્યા હોય એમ જણાઈ રહ્યુ છે.

પી.વી.એસ શર્માએ તેમના ટ્વીટમાં સબુત સાથે ટ્વીટ કર્યા હતા જેમાં તેમને લખ્યુ હતુ કે સુરતની કલા મંદીર જ્વેલર પાસેથી કુલ 110 કરોડની કેસ પકડાઈ હતી. જેમા તેમની પાસેથી પેનલ્ટી/ટેક્ષ રૂપે નિયમોનુસાર 30 ટકા રમક વસુલ કરવાની થાય છે. છતા પણ ઈન્કમટેક્ષ ડીપાર્ટેમેન્ટે માત્ર 84 લાખ રૂપીયા ભરાવી આ બ્લેક મનીના કેસને ક્લોઝ કરવાનુ કામ કર્યુ છે. જે કારણો કારણોસર તેમના ઘરે આઈટી ડીપાર્ટમેન્ટની રેડ થઈ હોવાનુ જણાઈ રહ્યુ છે.

 

બીજેપી નેતા પીવીએસ શર્માના આ ટ્વીટના કારણે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં ભુચાલ આવી ગયો હોય એમ લાગી રહ્યુ હતુ. તેમને સંગીન આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે ઈન્કમટેક્ષ ઈન્વેસ્ટીગેશન ટીમે તેમની આખોં બંધ કરી દીધી છે. તથા સેટલમેન્ટ કમીનશ્નરે અતાર્કીક દલિલોને સ્વીકાર કરી મોટા પ્રમાણમાં સરકારી આવકનુ નુકશાન કર્યુ છે.

આ પણ વાંચો – નોટબંધીમાં પકડાયેલ 110 કરોડને માત્ર 84 લાખમાં સેટીંગ પાડી કેસ રફેદફે : પીવીએસ શર્મા

તેમના આ ટ્વીટના કારણે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દોડધામ મચી જવા પામેલ હતી. કેમ કે તેઓએ ટ્વીટમાં પત્ર પણ પોસ્ટ કરેલ હતો જેના ઉપરથી જણાઈ રહ્યુ છે કે કેવી રીતે સુરતમાં ઈન્કટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા નોટબંધી દરમ્યાનપકડાયેલા 110 કરોડને 30 ટકા ટેક્ષ એટલે કે 33 કરોડ રૂપીયા ભરાવવાના બદલે માત્ર 84 લાખ દંડ વસુલ કરી કર્મચારીઓએ સરકારી તીજોરીને મોટા પ્રમાણમાં નુકશાન કર્યુ છે અને પોતાના ખીસ્સા ભર્યા હશે.

આમ તેમના આ ટ્વીટની ચર્ચાઓ મીડીયા અને સોશીયલ મીડીયામાં થતા અને વિવાધ વધુ વકરતા ઈન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા કોઈ સ્પષ્ટતા આવી નહોતી. તથા ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ નહોતુ આવ્યુ કે તેમના ડીપાર્ટમેન્ટ દ્વારા કલા મંંદીર જ્વેલરી બ્લેક મની કેસમાં આવી કોઈ ગેરરીતી થઈે હોય. આવુ કરવાના બદલે ઈન્કટેક્ષમ ડીપાર્ટમેન્ટે પીવીએસ શર્માનુ મોઢુ બંદ કરવા તેમના ઘરે ગઈકાલ રાત્રે દરોડા પાડ્યા હતા એમ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે. પીવીએસ શર્માએ આ ઈન્કમટેક્ષની રેડ ઉપર પ્રશ્વાર્થ ઉઠાવતા તે પોતાના ઘરની બહાર ધરણા ઉપર બેસી ગયા હતા. બાદમાં તેઓ ઈન્કટેક્ષના કર્મચારીઓના કહેવા મુજબ ઘરમાં પાછા ગયા હતા. 

ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે વર્ષ 2018 ની એક નોટીફીકેશનમાં જણાવ્યુ હતુ કે તમારે કોઈની બ્લેકમની વીષે ઈન્કટેક્ષ ડીપાર્ટમેન્ટને જાણકારી આપવી હોય તો ટોલ ફ્રી નંબર 1800117574 પર આપી શકો છો. પરંતુ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના આ કદમના કારણે લોકો આ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરતા પણ હવે ડરી શકે છે. આ રેડ બાદ હવે જોવાનુ એ રહ્યુ કે પીવીએસ શર્મા પોતે કરેલા દાવાઓ સાથે વળગી રહેશે કે પછી તથાકથીત પ્રેક્ટીકલ એપ્રોચ અપનાવી લેશે.

 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.