કોરોના વાયરસને લઈને વડોદરા તંત્ર એક્શનમાં, SSG હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઉભુ કરાયુ

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોના વાયરસને લઈને વડોદરા તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. શહેરની એસએસજી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામા આવ્યો છે. વોર્ડમા વેન્ટીલેટર સહિતની સુવિધાઓ કરવામા આવી છે. ટેમીફ્લૂનો પુરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામા આવ્યો છે. વડોદરા એરપોર્ટ અને રેલ્વે હબના કારણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સાથે જ હોસ્પિટલમાં 12 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

તેમજ ડોકટરનો પૂરતો સ્ટાફ કાર્યરત જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે ચીનથી કોઈ આવશે તો પેહલા એરપોર્ટ ખાતે મેડિકલ કરવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.