ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારી ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવામાં આવી છે. CBI કોર્ટે વણઝારા અને એન કે અમિનને કેસમાંથી દોષ મુક્ત કર્યા છે.

બહુચર્ચિત એવા વર્ષ 2004માં થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં થયેલી અરજી અંગે  CBI કોર્ટે ચુકાદો આપ્યો છે. ઈશરત જહાં એન્કાઉન્ટ કેસમાં એન.કે. અમીન અને ડી.જી. વણઝારાની ડિસ્ચાર્જ અરજી CBI કોર્ટે મંજૂર કરી છે. એટલે કે ડી.જી. વણઝારા અને એન.કે. અમીન દોષ મુક્ત થયા છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આ બંને અધિકારીઓ ઉપર કેસ ચલાવવામાંમ આવે કે નહીં એ માટેની મંજૂરી માંગવામાં આવી હતી. જ્યારે આજે CBI કોર્ટે  દોષ મુક્મંત અરજી જૂર કરી દેતા બંને અધિકારીઓને રાહત મળી છે. સીબીઆઇ કોર્ટ દ્વારા 15-15 હજારના બોન્ડ પર બન્નેને દોષમુક્ત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004ના રોજ ઈશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ, ઝેશાન જોહર અને અમજદ અલી રાણાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જે એન્કાઉન્ટર ફેક હોવાના આક્ષેપ સાથે એન્કાઉન્ટર કરનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસ ચલાવવામાં આવી રહ્યો હતો.

Contribute Your Support by Sharing this News: