સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ રહેલી આઈ પી એલ 2020 માં મુંબઈ ઈન્ડીયન્સ સીવાય બાકી ની ત્રણ ટીમો હજુ સુધી ક્વોલીફાઈન્સ થઈ શકી નથી. આઈ.પી.એલ.માં 8 માંથી કુલ 4 ટીમો ક્વોલીફાઈડ થવાની હોય છે. પરંતુ રોયલ ચેલેન્જર બેંગલોર, દિલ્લી કેપીટલ, કોલકાતા નાઈટ રાઈડર અને સનરાઈઝર હૈદરાબાદની ટીમમાથી ગમે તે ત્રણ ટીમો ક્વોલીફાઈંડ થઈ શકે છે. આ ચારે ટીમો પાસે ક્વોલીફાઈડ થવાની સંભાવના બચી છે. જ્યારે કીંગ્સ ઈલેવન પંજાબ, ચેન્નઈ સુપર કીંગ્સ અને રાજેસ્થાન રોયલની ટીમ આઈપીએલ 2020 માંથી બહાર ફેંકાઈ ગઈ છે.  આ ટુર્નામેન્ટમાં ક્લોલીફાઈ થવા માટે માત્ર 2 મેચો બાકી રહી છે. જેમાં આજે દીલ્લી કેપીટલનો સામનો રોયલ ચેલેન્જર બેંગ્લોર થવાનો છે. અને આવતી કાલે મુંબઈ ઈન્ડીન્સ નો સામનો સન રાઈઝર્સ હૈદરાબાદનો સામે થવાનો બાકી છે. આ 2 મેચો બાદ ખબર પડશે કે કઈ ચાર ટીમો ક્વોલીફાઈ થશે. 

આરસીબી કેવી રીતે ક્વોલીફાઈડ થઈ શકે

આરસીબી હાલ 14 માથી 13 મેચો રમી ચુકી છે. જેમાં તેઓ પોઈન્ટ ટેબલમાં 13 માંથી 7 મેચો જીતી બીજા સ્થાને છે. આજે દિલ્લી કેપીટલને હરાવી પોતાનુ સ્થાન નીશ્ચીત કરવુ પડશે નહી તો એમને મુબઈ અને  હૈદરાબાદની મેચ ઉપર ડીપેન્ડ રહેવુ પડશે. જેમાં હૈદરાબાદની હાર તેમને ક્લોલીફાઈડ કરી શકે છે. કેમ તે તેઓ પાસે દિલ્લી અને કોલકાતા કરતા સારી રનરેટ ધરાવે છે.

દિલ્લી કેવી રીતે ક્વોલીફાઈડ થઈ શકે

દિલ્લીએ આજની મેચ મસ્ટ જીતવી પડશે સાથે સાથે દિલ્લીએ એ પણ આશા રાખવી પડશે કે મુંબઈ ઈન્ડીયન્સ હૈદરાબાદને હરાવે. જો હૈદરાબાદ જીતી જાય તો ફરી રનરેટ ઉપર નજર કરવી પડશે. કેમ કે પોઈન્ટ ટેબલમાં દિલ્લી કેકેઆર અને હૈદરાબાદ કરતા આગળ છે.

કોલકાતા કેવી રીતે ક્વોલીફાઈડ થઈ શકે

ગઈ કાલની રાજેસ્થાનની સામેની મેચમાં તેઓ 60 રનથી જીત્યા હતા. પરંતુ તેઓનુ ક્વોલીફાઈંગ થવુ હજુ પણ ચોક્કસ નથી. જો હૈદરાબાદ મુંબઈથી હારે તો  કોલકાતા ટોપ 4 માં પ્રવેશી જશે.  સાથે સાથે બેંગલોર અને દીલ્લી મોટ્ટા માર્જીનથી હારે તો કોલકાતાનો ચાન્સ છે ટોપ 4 માં ક્વોલીફાઈડ થવા માટે.

હૈદરાબાદ કેવી રીતે ક્વોલીફાઈડ થઈ શકે

હૈદરાબાદે ટોપ 4 માં પ્રવેશમાં માટે મુંબઈ ઈન્ડીયન્સને હરાવાની જરૂર છે. મુબંઈએ તો પહેલાથી જ ક્વોલીફાઈડ થઈ ગઈ હોવાથી મુંબઈના સ્થાન ઉપર કોઈ ફર્ક પડવાનો નથી.  હૈદરાબાદ પાસે મજબુત રનરેટ હોવાથી તેઓ મુંબઈને હરાવે તો તેઓ ક્વોલીફાઈડ થઈ જશે તેમની પાસે +0.555 નો રનરેટ છે.

 

બીજા સાથે સમાચાર શેર કરો.