ભીલડી હાઈવેથી પાલડી ગામને જોડતા રોડ ઉપર આવેલ ભીલડી પાટણ રેલ્વે દ્વારા નાળું બનાવવામાં આવ્યું છે.પરંતુ સામાન્ય વરસાદ થી પણ નાળું પાણીથી ભરાઈ જતાં પાલડી ગામના લોકો ને તેમજ સોની,રામવાસ,દિયોદર,તરફથી આવતાં વાહનો અટવાઈ પડે છે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. અને જ્યારે ઈમરજન્સી કેસ જેવાકે ડિલીવરી કોઈકને કોઈ ગંભીર બીમારીમાં તાત્કાલિક સારવાર ની જરુર હોયતો તે મળી શકતી ન હોવાથી કેટલાક લોકો પોતાની જીંદગી થી હારી જતા હોય છે. તો આ બાબતે લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ઘટતું કરી લોકોની સમશ્યાનો હલ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

Contribute Your Support by Sharing this News: