રાજ્યમાં વરસાદનુ આગમન થતા જ રાજ્યના આંતરીક માર્ગો તુટી જવા પામેલ હતા, જેમાં મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાને જોડતો મહેસાણા થી વાયા બલોલ થઈ યાત્રાધામ બેચરાજી જતા રસ્તો પણ એક જ વરસાદમા ખખડી જવા પામેલ હતો. 

મહેસાણા થી બેચરાજી ને જોડતા રોડ પર કમરતોડ ખાડાઓ

મહેસાણાથી બેચરાજી ને જોડતા આ રોડમાં એટલા મોટા પ્રમાણમા ખાડા પડી ગયા હતા કે વાહન ચાલકો અને મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈ સ્થાનીકો અને વાહન ચાલકોની સમષ્યાને ઉકેલવા બેચરાજી ના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં લેખીતમાં ઉગ્ર રજુઆત કરતા રાજ્યના માર્ગ અને મકાન વિભાગે સદર માર્ગ ઉપર રસ્તાના રીપેરીંગનુ કામ તુંરત સરૂ કરી દીધુ છે.

મહેસાણા-ચાણસ્મા હાઈવે: શુ એક વરસાદથી રોડને તુટી જ જવુ જોઈયે?

બેચરાજીમાં હોન્ડા અને મારૂતી જેવી મલ્ટીનેશનલ કંપનીઓ આવેલ હોવાથી અહીના રોડ ઉપર ઘસારો વધુ રહે છે, માટે ખાલી થીંગડા નહી પણ ઓર્થોરીટી મજબુત પાકો રોડ બનાવી આપી તો સ્થાનીક અને વાહનચાલકોને દર વર્ષે જે હાલાંકીને સામનો કરવો પડે છે તેમાથી છુટકારો મળી શકે એમ છે.

 

Contribute Your Support by Sharing this News: