આ ઘોટાળામાં નીરવ મોદી સામે 6,498.20 કરોડ અને તેમના કાકા મેહુલ ચોકસી ઉપર 7,080.86 કરોડ રૂપીયા હજમ કરી જવાનુ સી.બી.આઈ. ની ચાર્જશીટમાં નોંધવામાં આવ્યુ છે.પંજાબ નેશનલ બેન્કના ઘોટાળામાં નીરવ મોદી પછી હવે ઈન્ટરપોલે તેમની પત્ની અમી મોદી વિરૂધ્ધ પણ રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. મળતી માહીતી મુજબ અમી મોદીએ છેલ્લે અમેરીકામાં 2019 માં જોવા મળી હતી અને તેમના પતી  નીરવ મોદી ઈગ્લેન્ડની જેલમાં બંદ છે.

આ પણ વાંચો – હવામાન: કડીમાં 3 કલાકમાં 3 ઈંચ વરસાદ પડતા નીચાણવાલા વિસ્તારો નદીઓમાં ફેરવાયા

 

આ ઘોટાળો નીરવ મોદી અને તેમના કાકા મેહુલ ચોકસીએ ભેગા મળી ખોટી રીતે બેન્કમાં ગેરંટી આપી કરોડોની લોન લઈ તેને ચાંઉ કરી ગયા હતા. આ કેસમાં નીરવ મોદીના ભાઈ નેહલ વિરૂધ્ધમાં પણ ઈન્ટરપોલે રેડર્કોનર નોટીસ બહાર પાડી છે જેથી 192 દેશોમાં તેમની ધરપકડ કરી શકાય.  

 આ પણ વાંચો – વહીવટ તંત્ર: આ વખતે ભાદરવી પુનમના દર્શન ભક્તોને લાઈવ પ્રસારણથી જ કરવા પડશે

બ્રિટનની કોર્ટમાં નીરવ મોદીનો પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. આ પહેલા જુલાઇ મહિનામાં કોર્ટે બ્રિટનમાં નીરવ મોદીની અટકાયત 6 ઓગષ્ટ સુધી લંબાવી હતી. 6 ઓગષ્ટના દિવસે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નીરવ મોદીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેની કસ્ટડીને 27 ઓગષ્ટ સુધી વધારી દેવામાં આવી છે.આ ઘોટાળામાંથી ધરપકડથી બચવા માટે  મેહુલ ચોકસીએ કેરેબીયન દેશ એન્ટીગુઆમાં નાગરીકતા લઈ લીધી છે અને  હવે  તે ત્યાજ મોજથી રહે છે.

 

બીજા સાથે સમાચાર શેર કરો.