ભારત પર આંખ ઉંચી કરનારા દુશ્મનોની હવે ખેર નથી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ એટલે કે ઇસરો દ્વારા 3 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જે પૈકી એક સેટેલાઇટ 25 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે જ્યારે કે અન્ય બે સેટેલાઇટ ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.

 અંતરિક્ષમાં ભારતની આંખનું કામ કરશે: 25 નવેમ્બરે શ્રીહરિકોટાથી પીએસએલવી સી-47 રોકેટ લોન્ચ થશે. પીએસએલવી-47 પોતાની સાથે થર્ડ જનરેશનનો અર્થ ઇમેજિંગ સેટેલાઇટ કાર્ટોસેટ-3 અને અમેરિકાના 13 કમર્શિયલ સેટેલાઇટ લઇને જશે.કાર્ટોસેટ-3 નામનો આ સેટેલાઇટ સરહદની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે કાર્ટોસેટ-3 સરહદની સુરક્ષા માટે અંતરિક્ષમાં ભારતની આંખનું કામ કરશે. આ ઉપરાંત પીએસએલવી 3 પ્રાઈમરી સેટેલાઇટ તેમજ બે ડઝન નેનો અને માઇક્રો સેટેલાઇટ લઇને પણ જશે.

બીજા સાથે સમાચાર શેર કરો.