ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૮)

મહેસાણામાં જિલ્લા પંચાયત ધ્વારા મહિલાઓની આરોગ્ય અને સુખાકારી માટે ના પ્રયાશો કરાયા. મહિલાઓમાં સ્તન કેન્સરનું ઝડપથી નિદાન કરી શકાય તે માટે જિલ્લા પંચાયત ધ્વારા ૨૦૧૯-૨૦ ના સ્વભંડોળ માંથી ૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી હતી અને એ ૨૫ લાખ માંથી ૫ મશીન લાવવામાં આવ્યા છે. જે મહિલાઓની આરોગ્ય લક્ષી ચકાસણી બ્રેસ્ટ કેન્સર ડીવાઇઝ ધ્વારા થઇ શકશે. બ્રેસ્ટ કેન્સરના સૌથી વધુ કેસ ગુજરાત સાતમાં ક્રમમાં આવેછે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૧૩ટકા બ્રેસ્ટ કેન્સરમાં વધારો થયો છે. તબીબોના અંદાજ પ્રમાણે છેલ્લા ૨૫ વર્ષમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓના બ્રેસ્ટ કેન્સરના કેસ નોંધાયા છે.આથી મહિલાઓની આરોગ્ય અને સુખાકારી ને ધ્યાનમાં લેતા મહેસાણા જિલ્લા પંચાયતના સ્વભંડોળ માથી બ્રેસ્ટ કેન્સર ડીવાઇઝ લાવવામાં આવ્યા છે. અને જિલ્લા પંચાયતના સમિતિ સભાખંડમાં જ આ બ્રેસ્ટ કેન્સર ડીવાઇઝ ને મહિલાઓ સામે ખુલ્લા મુકાયા. જેમા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, પ્રમુખ શીલાબેન પટેલ, કારોબારી ચેરમેન અજીત મકવાણા, પૂ્ર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના પદઅધિકારીઓ, જિલ્લા પંચાયતની મહિલાઓ અને આશાવર્કર બહેનો એ હાજરી આપી.

આ કાર્યક્રમમાં અંદાજીત ૧૫૦ મહિલાઓને આ વિશે જાગૃતિ આપી ચકાસણી કરવામાં આવી. ચકાસણી માટે યુ.વી લાઇફ સ્ટાઇલ દિલ્હી માંથી બોલાવવામાં આવેલા. આ નિદાન નિ;શુલ્ક કરવામાં આવ્યું અને તાલુકા, ગ્રામ્ય કક્ષાએ ૩૦ વર્ષ ઉપરની લક્ષ્યાંક્તિ બહેનોને નિ;શુલ્ક નિદાન કરવામાં આવશે. આઇ-બ્રેસ્ટ કેન્સર ડીવાઇઝથી નિદાન કરી હકારાત્મક વિગતો ધ્યાનમાં આવે તો તેઓ આ અંગેની ટ્રીટમેન્ટ માટે જિલ્લાના આરોગ્ય અધિકારી ધ્વારા રાજ્ય કક્ષાએ મેમોગ્રાફી અને કેન્સર ટ્રીટમેન્ટની ભલામણ કરવામાં આવશે. આરોગ્ય અધિકારી ધ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કે બ્રેસ્ટ કેન્સર ડિવાઇઝ એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સફળ થયેલા છે. તેમને જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર, ર્ડોક્ટર ધ્વારા દરેક ગામે લક્ષ્યાંક્તિ મહિલાઓનું એકઝામીનેશન કરવામાં આવશે. આ પધ્ધતિ અસરકાર દુખ રહિત, રેડિયેશન મુક્ત પધ્ધતિ છે. આની તપાસ કરવા માટે કોઇ ર્ડોક્ટર કે રેડીયોલોજીસ્ટની જરૂર પડતી નથી. આનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. આ ચેકઅપ ૫ થી ૬ મિનિટમાં થઇ જાય છે. તાલુકા પ્રમાણે પેનલમાં બ્રેસ્ટ કેન્સર ડીવાઇઝ આપવામાં આવશે જેથી દરેક મહિલાનું ચેકઅપ થઇ શકે. તેમ જિલ્લા પંચાયત મહેસાણાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

તસ્વીર અહેવાલ માહિતી ખાતું મહેસાણા 

Contribute Your Support by Sharing this News: