વડોદરાના કપુરાઇ વિસ્તારમાં 17 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ જેવી ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. વડોદરાના કપુરાઇ વિસ્તારમાં 17 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરનાર યુવક અને પીડિતાને ધમકીઓ આપનાર યુવકના સંબંધીઓ વિરુદ્ધ વરણામા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે કપુરાઇ વિસ્તારમાં રહેતી 17 વર્ષની પરપ્રાન્તિય યુવતીને બે વર્ષ અગાઉ વિશાલ જગદીશભાઇ સોલંકી નવરાત્રી દરમિયાન મુલાકાત થઇ હતી. એકાદ વર્ષ અગાઉ યુવતીની મમ્મી તેના વતન ગઇ હતી. દરમિયાન વિશાલ યુવતીના ઘરે રાત્રે રોકાયો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીની માતાએ એક તબક્કે વિશાલ સાથે લગ્નનો વિરોધ કર્યો હતો. આ પરિસ્થિતિમાં યુવતીએ ફિનાઇ પણ પી લીધું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં વિશાલ કપુરાઇથી લગ્નની લાલચે યુવતીને એક્ટિવા ઉપર ભગાડી ગયો હતો.

ત્રણથી ચાર મહિના યુવતીને સાથે રાખી દરમિયાન વિશાલના પરિવારજનો મારઝુડ કરતાં હતાં. પરણામા પોલીસે યુવતીની ફરિયાદને આધારે વિશાલ સોલંકી વાલીબેન, કાજલબેન અને કિરણબેન જીગર સામે ગુનો નોંધ્યો છે.

Contribute Your Support by Sharing this News: