વડનગરમાં પુત્રના પ્રેમ સંબધે પિતા ઉપર 2 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

ગમ્યું તો આગળ શેર કરો.

મહેસાણાના વડનગરની બજારમાં એક ઈસમ ઉપર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે.  ઈસમને ઈજાઓ પહોંચતાં તેમને વડનગરની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પંરતુ ગંભીર ઈજાઓને પગલે બાદમાં તેમને અમદાવાદની સીવીલ હોસ્પિટલે ખસેડાયા છે. આ મામલે 2 આરોપી વિરૂધ્ધ વડનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. 

મહેસાણાના વડનગરમાં આવેલ અમતોલ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મહેન્દ્રભાઈ સોંલકી ઉપર ગતરોજ તેમના જ મહોલ્લાના ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મહેન્દ્રભાઈના દિકરાનો પ્રેમ સંબધ ચાલતો હોઈ અદાવતમાં મહોલ્લાના ઈસમોએ છરી વડે હુમલો કરી દીધો હતો. બાદમાં લોહી લુહાર હાલતમાં છોડી પ્રકાશ નરેશભાઈ વાલ્મીકી તથા રાકેશભાઈ બાબુભાઈ સોંલકી નામના આરોપી ભાગી ગયા હતા. આસપાસના લોકો બાદમાં લોહી – લુહાણ હાલતમાં મહેન્દ્રભાઈને આ વડનગરની હોસ્પિટલે લઈ ગયા હતા. પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી તેમને અમદાવાદ સીવીલ ખાતે ખસેડાયા હતા. 

આ મામલે વડનગર પોલીસ મથકે પ્રકાશ નરેશભાઈ વાલ્મીકી તથા રાકેશભાઈ બાબુભાઈ સોંલકી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાઈ છે. જેથી પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ આઈપીસીની કલમ 307, 324, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

ગમ્યું તો આગળ શેર કરો.