ઉત્તરપ્રદેશના શામલીથી એક પત્રકારને માર મારવાનો મામલો સામે આવ્યો છે. એક ખાનગી ન્યુઝ ચેનલના સ્ટ્રિંગર અમિત શર્મા ડીરેલ થયેલી માલગાડીની રિપોર્ટ કરવા પહોંચ્યા હતા ત્યારે GRP પોલીસ કર્મચારીઓએ પત્રકારને ખરાબ રીતે માર માર્યો હતો. અમિત જ્યારે પોતાના મોબાઇલથી વીડિયો શુટ કરી રહ્યા હતા ત્યારે જ જીઆરપી પોલીસ ઇન્સપેક્ટરે તેમનો મોબાઇલ છીનવી લીધો. બાદમાં તેમની સાથે મારપીટ કરી હતી.

માર માર્યા બાદ અમિત શર્માને આખી રાત પોલીસ સ્ટેશનમાં પણ બેસાડી રાખવામાં આવ્યો હતો. જોકે આ મામલે સહ પત્રકારોના ધરણા બાદ અંતે અમિતને છોડવામાં આવ્યો હતો. પત્રકારને જીઆરપી પોલીસના કર્મચારીઓ દ્વારા માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. જેમા પોલીસ કર્મચારીઓ તેમને મારતા જોવા મળી રહ્યા છે.આ મામલે પત્રકાર અમિત શર્માએ જણાવ્યું કે, ”એ સાદા કપડામાં હતા. એક કર્મચારીએ માર્યો તો કેમેરો પડી ગયો. જ્યારે તેને ઉઠાવવા ગયો તો એમણે માર માર્યો તથા ગાળો આપી હતી. બાદમાં મને પોલીસ લોકઅપમાં બંધ કરવામાં આવ્યો. મારો ફોન છીનવી લેવામાં આવ્યો અને મારા મોઢા પર પેશાબ પણ કર્યો હતો”. પત્રકારને માર મારવાનો આ વીડિયો વાઇરલ થયો છે.ઉત્તરપ્રદેશમાં પત્રકારો પર હુમલાના આ પહેલા પણ મામલા સામે આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ એક ટ્વિટ પોસ્ટ કરવાને કારણે પત્રકાર પ્રશાંત કનોજિયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, યોગી આદિત્યનાથની સરકારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની ગણાવતા તત્કાલ છોડવાના આદેશ આપ્યા હતા.પત્રકારને માર મારવાના મામલે ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે તત્કાલ પ્રભાવથી શામલી જીઆરપી SHO રાકેશ કુમાર અને કોન્સ્ટેબલ સંજય પવારને સસ્પેન્ડ કર્યા છે. આપને જણાવીએ કે, શામલી રેલવે વિભાગની બેદરકારીથી ધીમાનપુરા રેલવે ફાટક પાસે મંગળવારે રાત્રે લગભગ સાડા આંઠ વાગ્યે માલગાડીના બે ડબ્બાઓ પાટા પરથી ઉતરી પડ્યા હતા. માલગાડીના ડબ્બા ઉતરી પડવાથી જોરદાર ધમાકો થયો હતો. જે બાદ વાહનવ્યવહારને પણ ઠપ્પ થઇ ગયો હતો.