તસ્વીર - જયંતી મેતીયા

ગરવી તાકાત,પાલનપુર

પાલનપુરમાં કોરોનાના સતત વધતા જતા સંક્રમણને કારણે લોકોના સ્વાસ્થને નુકસાન

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો છે. ત્યારે  પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં છેલ્લાં પાંચ સાત દિવસમાં મેડિકલ ટીમો દ્વારા  ૩૦૦ થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કાણોદર ગામમાં ફફડાટ મચી જવા પામ્યો છે. 

આ પણ વાંચો –એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી ૧૯ ઓક્ટોબરે યોજાશે અને ૨૦ મી એ પરિણામ

સરકાર દ્વારા અનલોક- ૪ જાહેર કર્યા બાદ લોકો બેપરવાહ બની સરકારની ગાઈડ લાઇનનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાનુ માન્ચેસ્ટર ગણાતું અને શિક્ષિત ગામ કાણોદરમાં છેલ્લાં એક સપ્તાહમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરતા ત્રણ થી ચાર દિવસ દરમિયાન ૩૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૫૦ લોકોને કોરોના પોઝિટિવ આવ્યાનું મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કાણોદરમાં કેટલાક જાહેર કાર્યક્રમોમાં લોકો એકત્રિત થતાં કોરોના સંક્રમિતના કેસોમાં અચાનક ઉછાળો આવ્યા નું ગામના યુવાનોએ જણાવ્યું હતું. ગામમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા ગામમાં લોકડાઉન કરવાની અફવાથી લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કાણોદરમાં કોરોના વિસ્ફોટ બાદ ગામમાં દશ દિવસ નું લોકડાઉનની જાહેરાત કરતી એક ઓટોરિક્ષા ફરતાં લોકોમાં ખરીદીને લઈ કરીયાણા અને શાકભાજી સહિતની દુકાનો ઉપર લોકો ઉમટી પડ્યા હતા. જો કે ઓટોરિક્ષા કોને ફેરવી તેની પુષ્ટી થઈ ન હતી. આ બાબતે સરપંચ નો મોબાઈલ ઉપર સંપર્ક કરતાં તેઓ ફોન રિસીવ ન કરતાં તેઓનું મંતવ્ય જાણી શકાયું ન હતું.
રીપોર્ટ – જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: