સર્વિસ સ્ટેશન ખાતે યુવાન આરામ કરતો હતો ત્યારે તેના પર અંગત અદાવતમાં હત્યા

માંડવી: તાલુકાના મસ્કા ગામના પ્રવેશ પહેલા આશાપુરા સર્વિસ સ્ટેશનમાં ટાટા સફારી કાર લઇને આવેલા આશિષ જોશી ખાટલા પર લાંબા થઈને સુતા હતા તે અવસરે બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જુની અદાવતમાં ઘાતકી હત્યા કરી છે. વધુ તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

રેકી કરી હોવાની શક્યતા: થોડા સમયથી મસ્કા ગામમાં પોતાના ઘર લક્ષ્મીનારાયણ મંદિર પાસે આવેલ મકાનમાં રહેતા આશિષ ચંદ્રકાંત જોષી (ઉ.વ.30) શુક્રવારે સાંજેથી 6 વાગ્યાની આસપાસ પોતાની ગાડી સર્વિસ કરાવવા આવ્યો હતો અને પહેલેથી જ રેકી કરીને બાતમીના આધારે અજાણ્યા બન્ને શખ્સો ઘટના સ્થળે આવ્યા હતા.

ગોળી વાગતાં ઘટના સ્થળે જ મોત: એક બાઈક પર બે સવાર પૈકી પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે પોતાની પિસ્તોલથી ખાટલા પાસે આવીને ડાબી બાજુની છાતીમાં નજીકથી ગોળી મારતા ઇજા પામનાર નાસવા જતા પાછળના વાંસામાં ગોળી ધરબીને બન્ને શખ્સે ઘાતકી હત્યા કરી નાસી ગયા હતા. મૃતકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના નાના મસ્કા ગામમાં મોટી ઘટના બનતા ઘટના સ્થળે તાત્કાલિક ડીવાયએસપી પંચાલ, એલસીબી અને માંડવી પી.આઇ મહેતા, પીએસઆઇ ઝાલા સહિતનો સ્ટાફ કાફલો દોડી આવીને હત્યાનો ભેદ ઉકેલવા તપાસમાં લાગી ગયો હતો.

પોલીસની નાલેશી, ગુંડાઓનું સામ્રાજ્યથી ફાયરિંગ, છરીથી હુમલા સામાન્ય બન્યા છે: પશ્ચિમ કચ્છ પોલીસની નવળી કામગીરીથી અસાજિક પ્રવુતિ કરતા તત્વોને ખુલ્લો દોર મળી રહેતા કચ્છમાં છેલ્લા એકાદ વર્ષમાંથી ફાયરિંગના પશ્ચિમ કચ્છ ત્રણ અને પૂર્વમાં એક એમ ચાર ચાર જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ બની છે, તો છરીથી હુમલાના બનાવો તો પ્રતિદીન બની ગયા છે જેથી પોલીસની નબળી કામગીરને લીધે કાયદા વ્યવસ્થા પર પ્રજાનો વિશ્વાસ ઓસરી રહયો છે.

હત્યારાની બાઇક ખાડામાં પડતા પેપ લઇને ભાગ્યો: મસ્કામાં હત્યા કરીને બન્ને હત્યારા બજાજ પ્લસરથી પુરઝડપે પીપરી-બાગ વચ્ચેના ટર્ન પર જતાં બાઇક ખાડામાં ગબળી પડતા, મજુર લોકો તેમને બચાવવા સ્કુટી ઉભી રાખતાં બન્ને હત્યારાઓ બચાવનારની સ્કુટી લઇને નાશી ગયા હતા.

મૃતકના ભાઇએ પ્રાથમિક નિવેદનમાં શકદારના નામ દર્શાવ્યા: આશિષની હત્યા બાદ તેમના મોટાભાઇએ ડીવાયએસપી પંચાલને પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું કે, મસ્કા સીમમાં સરકારી જમીન પર ફેન્સીંગ કરવા બાબતે રાજકીય વ્યક્તિઓ સામે આશિષને તાજેતરના સમયમાં બોલાચાલી થઇ હોવાનું જેમા શકદાર તરીકે નામ આપ્યા હતા. પોલીસે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.