છેલ્લા ૪ દિવસમાં પેટ્રોલમાં ર.પ૮ અને ડીઝલમાં ર.૦૯ રૂપિયા વધ્યા

ગમ્યું તો આગળ શેર કરો.

લોકડાઉન બાદ અનલોકમાં ભાવ વધારાથી સરકારને ફાયદો : ક્રુડના ભાવ ન વધ્યા હોવા છતા ભાવ વધારો ઝીંકાયો

લોકડાઉનના સમયગાળામાં તમામ ટ્રાન્સપોર્ટશન સુવિધા અને વાહનો બંધ હતા. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ તેમજ તંત્ર દ્વારા મંજુરી અપાયેલા વાહનો જ લોકડાઉન-ર સુધી ચાલતા હતા. તો લોકડાઉન-૩ અને ૪માં સરકાર દ્વારા છુટછાટ અપાતા વાહનો શરૂ થયા હતા. લોકડાઉન-૪ સુધી પેટ્રોલ અને ડીઝલમાં સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ અનલોક લાગુ થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારે વધારો કરીને લોકો પર ફરી બોજ નાખ્યો છે. છેલ્લા ૪ દિવસમાં જ કચ્છમાં ડીઝલના ભાવમાં ર.૦૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ૧૬મી માર્ચથી ૬ જુન સુધી ૬૭.૭૪ રૂપિયા ભાવ હતો. જે ૭મી જુને વધીને ૬૬.૩૩ રૂપિયા થયો અને આજે ૧૧મી જુને ૬૮.૪ર રૂપિયા ડીઝલનો ભાવ થયો છે. એટલે છેલ્લા ૪ દિવસમાં ડીઝલના ર.૦૯ ભાવ વધારો થયો છે. તો પેટ્રોલના ભાવમાં છેલ્લા પ દિવસમાં ર.પ૮ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. ૬ જુને કચ્છમાં પેટ્રોલનો ભાવ ૬૭.૭૪ રૂપિયા હતોે. જે આજે ૧૧મી જુને વધીને ૭૦.૩ર રૂપિયા થયો છે. એટલે ૪ દિવમાં ર.પ૮ રૂપિયાનો ભાવ વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, એટલે છેલ્લા ૪ દિવસમાં જ પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં ૪.૬૭ રૂપિયાનો ભાવ વધ્યો છે.

ગમ્યું તો આગળ શેર કરો.