કપડવંજ તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં ૧૫મી સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ચુંટણીમાં  કોંગ્રેસે પુનઃસત્તા જાળવી રાખી હતી જેનાથી ભાજપમાં નિરાશા વ્યાપી ગઈ હતી ,૨૬ તાલુકા પંચાયત સદસ્યોમાં કોંગ્રેસનાં ૧૨ ,ભાજપના ૧૦ , એનસીપી ૨ અને અપક્ષના ૨ સદસ્યો જીત મેળવેલ હતી.જેમાં પ્રમુખ પદની દાવેદારીમાં કોંગ્રેસ તરફથી ઘડિયા સીટના મંગુબેન મહેન્દ્રસિંહ ઝાલા અને ભાજપ તરફથી પ્રેમિલાબેન મહેશભાઇ પટેલ ઉમેદવારી કરેલ જેમાં એનસીપી ૨ અને અપક્ષના ૨ સદસ્યો કોંગ્રેસને સમર્થન કરતાં  કોંગ્રેસનાં ઉમદેવારને ૧૬ મત અને ભાજપના ઉમદેવારને ૧૦ મત મળતાં પ્રમુખ  તરીકે ઝાલા મંગૂબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા  તેમજ ઉપપ્રમુખ તરીકે નવનીતસિંહ ચૌહાણ ને ૧૬ મત મળતા તેઓને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા . આમ કોંગ્રેસે બીજા અઢી વર્ષની પુનઃ સતા મેળવતા પાર્ટીના કાર્યકરોમાં આનંદ છવાઈ ગયો હતો. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ટાઈ પડતાં ચિઠ્ઠી ના જોરે ભાજપ જીતતા પ્રમુખના ઉમેદવાર ગોવિંદસિંહ જીવાભાઇ પરમાર તેમજ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસનાં બુધાભાઈ ધીરાભાઈ પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા .

તસવીર અહેવાલ – જયદીપ દરજી – કપડવંજ

બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here