એક તરફ સરકાર અકસ્માત નિવારણ માટે લોકો ને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા નો પ્રયાસ કરી રહી છે ત્યારે વઘઇ ખાતે કાર્યરત એઆરટીઓ કચેરી ના ફરજ પર ના નવ નિયુક્ત અને હાલ વધઇ આરટીઓ કચેરી ના ફરજ પર ના આરટીઓ ઇન્સપેક્ટર ગોસ્વામી લોકો ને ટ્રાફીક નિયમો અંગે ના પાઠ ભણાવી તો રહયા છે પણ પોતે છેડે ચોક ખુદ ટ્રાફિક નિયમો નો ઉલ્લંઘન કરી રહયા છે આરટીઓ ઇન્સપેક્ટર ગોસ્વામી આજ રોજ ખુદ પોતે ટ્રાફિક ના નીતિ નિયમો નુ ભાન ભુલી જઇ ટ્રાફીક નિયમો નો છેડે ચોક ઉલ્લંઘન કરી વઘઇ નગર ના મુખ્ય માર્ગ પર બાઇક પર પસાર થતી વેળા હેલમેટ વગર ફોન પર વાત કરતા બાઇક પર નજરે ચડયા હતા જેમાં ડ્રાફીક નિયમો નો લોકો ને પાઠ ભણાવતા આરટીઓ ઇન્સપેક્ટર ગોસ્વામી ખુદ ડ્રાફીક નિયમો નો ભંગ કરતા નજરે ચડયા હતા જેની તસવીર એક જાગૃત નાગરિક કે કેમેરા મા કેદ કરી ને ટ્રાફીક નિયમો નો છેડે ચોક છેદ ઉડાવતા તસવીર માં આરટીઓ ઇન્સપેક્ટર ગોસ્વામી ખુબ સ્પષ્ટ પણે નજરે પડી રહયા છે જેની આ તસવીર ગવાહી પુરી રહી છે.

Contribute Your Support by Sharing this News: