બિહારનાં બેગૂસરાયથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જયા એક પ્રેમી જોડાને મારતા અમુક છોકરાઓ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અમુક નરાધમોએ તે છોકરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો.આ વાયરલ વીડિયોમાં 5 થી 6 યુવાનો એક પ્રેમી યુગલ સાથે જોવા મળી રહ્યા છે અને સાથે તેઓ પુલની નજીક લડતા પણ જોવા મળે છે. આ પ્રેમી જોડા સાથે ગેરવર્તન કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો જેમા તે યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા યુવકો વીડિયોમાં દેખાઇ રહ્યા છે. આ કેસ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં જગદર ગામનો હોવાનું કહેવામા આવી રહ્યુ છે. પ્રેમી જોડી વારંવાર આ યુવકોને છોડી દેવાની વિનંતી કરે છે. પરંતુ આ બદમાશો જાણે આનંદ લઇ રહ્યા હોય તેવુ આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. આ યુવકો વારંવાર તે યુવતીને ગાળો આપી રહ્યા છે. વીડિયોમાં આવતા અવાજ મુજબ, પ્રેમી યુગલ મૈદા બભનગામાનાં હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ડીએસપી હેડ ક્વાર્ટર કુંદન કુમાર સિંહએ કહ્યું હતું કે, વીરપુરનાં પોલીસ અધ્યક્ષને વાયરલ વીડિયો આપવામાં આવ્યો છે. આ વીડિયોનાં આધારે, બદમાશોને ઓળખવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.આપને જણાવી દઇએ કે ગયા વર્ષે ઓગષ્ટમાં બિહારમાં પ્રેમી યુગલ સાથે ગેરવર્તણૂકનો કિસ્સો સામે આવ્યો હતો. આ વીડિયો બિહારનાં ગયા જિલ્લાનો હતો, જેમાં ગામનાં લોકો દંપતિને ગાળો આપે છે અને તેમના માતા-પિતાને બોલાવવા માટે કહે છે. ગામવાસીઓની દુર્વ્યવહારથી છોકરી ઘણી ભયભીત થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટનાઓ સૌથી વધુ બિહાર કે ઉત્તર પ્રદેશથી જ કેમ સામે આવે છે તે પણ એક મોટો સવાલ છે. આજે દેશમાં બેરોજગારી તેની ચરમ સીમા સુધી પહોચી ગઇ છે. ત્યારે બેરોજગાર યુવાનો ભટકી જતા કઇક આવા પ્રકારનું કૃત્ય કરતા વધુ જોવા મળે છે.