સુરતમાં ધોરણ 11 ના વિધાર્થીએ નાપાસ થવાના ડરે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

નાપાસ થવાના ડરે રાંદેરના ધો.11 સાયન્સના વિદ્યાર્થીએ મોતનો રસ્તો અપનાવ્યો છે. સુરતના કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીએ સ્યૂસાઈડ પહેલા લખ્યુ કે, તે ભણવા માટે સતત ટેન્શનમાં રહેતો હતો. તેના રૂમમાંથી તેનો ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે જાેઈ માતાપિતા પણ હેબતાઈ ગયા.

સુત્રોના જણાવ્યા અનુસાર રાંદેરના ઉગત રોડ પર શ્રીજી નગરી સોસાયટી આવેલી છે. જેમાં મૂળ બિહારના રણજીત વર્માનો પરિવાર રહે છે. તેઓ સુરતના પીએફ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમનો દીકરો રિતેશ વર્મા સુરતની કેન્દ્રીય વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરે છે. મંગળવારે બપોરે તે પોતાના રૂમમાં વાંચવા ગયો હતો, તેના બાદ લાંબો સમય રૂમમાંથી બહાર આવ્યો ન હતો. તેના પિતા તેને જમવા માટે બોલાવવા ગયા ત્યારે તેનો દરવાજાે અંદરથી બંધ હતો. તેણે દરવાજાે ખોલ્યો ન હતો. તેથી પિતાએ દરવાજાે તોડતા તે ફાંસો ખાધેલા હાલતમાં મળ્યો હતો. આ જાેઈ તેના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ પણ વાંચો – ફઈએ સગી ભત્રીજીને તેની માસીના બે દિકરા પાસે બળાત્કાર કરાવ્યો : અમરેલી

પોલીસ તપાસમાં રિતેશ પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યુ હતું કે, તેને ભણવા બાબતે સતત ટેન્શન રહે છે. તેને નાપાસ થવાનો ડર લાગ્યા કરે છે. જાે તે નાપાસ થશે તો તેની મહેનત પર પાણી ફરી વળશે, જેથી તેણે આપઘાતનું પગલુ ભર્યુ હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.