અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ઉજવણી કરવા માટે ફટાકડા ફોડી રહેલા 6 વ્યક્તિઓની મેરઠ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે મેરઠમાં નૌચંદી અને બ્રહ્મપુરી વિસ્તારમાં ચુકાદો આવ્યા બાદ આતશબાજી કરી રહેલા આ 6 લોકોની ધરપકડ કરી હતી.

આ સિવાય મૂળે મથુરાના અને હાલમાં મેરઠમાં રહેતા લક્ષ્‍મણ શર્મા નામના યુવકની પણ ધરપકડ કરાઈ હતી.આ યુવક પર ચુકાદા બાદ સોશ્યલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરવાનો આરોપ છે.

મેરઠમાં બ્રહ્મપુરી વિસ્તારમાં પોલીસે ચુકાદો આવ્યા બાદ હિન્દુ મહાસભાના કાર્યાલયને સીલ કર્યુ હતુ અને મહાસભાના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અશોક શર્માને નજરકેદ કર્યા હતા. દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા મેરઠના મહેતાબ અને મછેરાન જેવા વિસ્તારમાં ચુકાદો આવ્યા બાદ એક બીજાને મોઢુ મીઠુ કરાવાયુ હતુ.