ગરવીતાકાત,પાટણ(તારીખ:૨૦)

સિદ્ધપુરની નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલનો અસલી ચહેરો હવે લોકોની સામે આવી ગયો છે, નરાધમ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલના ત્રાસથી કોલેજની વિદ્યાર્થિનીઓ ત્રાહિમામ પોકાળી ઉઠી છે, રાતના સમયે તેને એક વિદ્યાર્થિનીને વ્હોટ્સએપમાં મેસેજ કર્યો હતો કે તારી ફિગર મસ્ત છે, સ્ટેટસમાં તારો ફોટો બહુ જ મસ્ત લાગી રહ્યો છે, આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરીને પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર થયા હતા કોલેજ બચાવા, પ્રેન્સિપાલ હટાવો, પ્રિન્સિપાલને જૂતા મારો, દિકરીઓ બચાવો.

પ્રિન્સિપાલ પર આરોપ છે કે તે જ્યારે ઓફિસમાં એકલા હોય છે, ત્યારે વિદ્યાર્થિની ને બોલાવીને તેમની પાસે બેસાડી રાખે છે. અગાઉ અમદાવાદ અને જામનગરમાં પણ મહેન્દ્ર પટેલ સામે વિદ્યાર્થિનીઓની છેડતીની ફરિયાદ કરી હતી, બાદમાં તેમને ત્યાંથી હટાવી દેવાયા હતા, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આ સમગ્ર કાંડની તપાસના આદેશ આપી દીધા છે, અને તેમાં દોષિત સાબિત થાય તો પ્રિન્સિપાલ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ, આ ઘટના બાદ હાલમાં પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ લાપત્તા છે, પરંતુ તેની આવી હરકતોને કારણે અનેક વખત બદલી થઇ ચૂકી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.