લીંબોળી વીણવા ગયેલી મહિલાને સાપ કરડતાં લોકોએ સાપને મોતને ઘાટ ઉતાર્યો

ગરવીતાકાત,પાલનપુર: પાલનપુર તાલુકાના સલ્લા ગામે એક મહિલા લીંબોળી વિણવા માટે ગઇ હતી. તે સમયે આ મહિલાને સાપે દંશ દેતા તેને ગંભીર હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ઉપરોક્ત બનાવની વિગત અેવી છે કે પાલનપુર તાલુકાના સલ્લા ગામે રહેતી એક મહિલા પોતાના ઘરેથી લીંબોળી વિણવા માટે ગઇ હતી. જ્યાં અચાનક આ મહિલાને એક સાપે દંશ મારી દેતા મહિલા ત્યાં જ ઢળી પડી હતી અને આસપાસમાંથી લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. સાપ કરડતાં આસપાસમાંથી દોડી આવેલા લોકોએ સાપને મારીને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને મહિલાને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાના પરિવારજનો દ્વારા મૃત સાપને થેલીમાં ભરી સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં લવાયો હતો. આમ પાલનપુર તાલુકાના સલ્લા ગામના આ બનાવમાં મહિલાને સાપ કરડતાં તેને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેની સારવાર હાથ ધરવામાં આવી છે.

Attachments area