રાજકોટમાં છેલ્લા 2 મહિનાથી રોગચાળો ફાટી નિકળ્યો છે. ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે, ત્યારે ખુદ આરોગ્ય સચિવ ગાંધીનગરથી રાજકોટ દોડી આવ્યાં છે.
ગરવીતાકાત,રાજકોટ: જયંતિ રવિએ સિવિલ હોસ્પિટલમાં મિટીંગ બાદ વકરેલા રોગચાળાને લઈ અધિકારીઓને ઉધડા લીધા હતા અને ખખડાવ્યાં હતા. બાળકોના મૃત્યુને લઈ સિવિલના અધિકારીઓ પાસે જવાબ માંગ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ગંદકી અને સફાઈ બાબતે પણ જવાબ માંગ્યો હતો, તેમજ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલા ખર્ચના બિલ પણ આરોગ્ય સચિવે માંગ્યા હતા. આ ઉપરાંત સિવિલ સુપ્રીટેન્ડન્ટ મનિષ મહેતા પાસે રોગચાળા બાબતે જવાબ માંગ્યો હતો. રોગચાળાને લઈ જયંતિ રવિએ નિવેદન આપતાં જણાવ્યું કે, રોગચાળાને લઈ એઈમ્સના તબીબોની મદદ લેવાઇ રહી છે.
બીજા સાથે સમાચાર શેર કરો.