ગરવીતાકાત,પાટણ: એકટિવ ગ્રૂપ ઓફ પાટણ તથા દાતા સ્વ કેશવલાલ ગુલાબચંદ પટેલ પરિવાર હસ્તે દેવચંદભાઇ કેશવલાલ પટેલના સહયોગથી મેનાબેન મોદી પ્રાથમિક કન્યા શાળામાં શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સ્લેટ પેન પેન્સીલ રબ્બર પુસ્તક તેમજ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દીકરીઓને ફરાળ કરાવી ગૌરી વ્રત ની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં મનોજભાઇ પટેલ કોર્પોરેટર પાટણ નગરપાલિકા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહિત કર્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો તથા એક્ટિવ સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો