પાટણમાં ચાર દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા

શેર કરવા અહીં ક્લિક કરો.

પાટણ જીલ્લામાં આજે કોરોનાના ૪ દર્દીઓ સાજા થતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે બપોરે ૧ વાગ્યા સુધી કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. આજે સમી તાલુકાની ૨ મહીલા અને શંખેશ્વર તાલુકાની ૨ મહીલા મળી કુલ ૪ દર્દીઓ કોરોના સામે જંગ જીતતા પરીવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી જીલ્લામાં ૬૧ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. પાટણ જીલ્લામાં કોરોના વાયરસના ૪ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી જીલ્લામાં કોરોનાના કુલ ૬૧ દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ છે. આજે સમી તાલુકાના નાની ચંદુર ગામની ૬૦ અને ૬૮ વર્ષીય મહિલાઓ અને શંખેશ્વર તાલુકાના પાડલા ગામની ૧૬ વર્ષીય યુવતિ સાથે શંખેશ્વરની ૧૮ વર્ષીય યુવતિ સાથે કુલ ચાર મહીલા કોરોના સામે જંગ જીતી છે. પાટણ જીલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધી ૭૫ કેસ નોંધાયા છે. જેમાંથી કુલ ૬૧ લોકો કોરોના સામે જંગ જીતતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ જીલ્લામાં કોરોના ચેપગ્રસ્ત બન્યા બાદ કુલ ૬ લોકોના મોત થયા છે. તો પાટણ જીલ્લામાં હાલ ૮ એક્ટિવ કેસ છે. જેમની સારવાર કોવિડ હોસ્પિટલમાં ચાલી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.