પાલનપુર તાલુકા પંચાયતની સાધારણ સભામાં ખેડૂતોની આવકમાં દૂધની આવક ન ગણવા ઠરાવ કરાયો

ગમ્યું તો આગળ શેર કરો.
માલણ તાલુકા પંચાયત સીટના સદસ્ય સંજય ચૌધરીની રજુઆતને લઈ ઠરાવ કરાયો

પાલનપુર તાલુકા પંચાયતની સધારણ સભા ગતરોજ મળી હતી. જેમાં વર્ષ ર૦ર૦-ર૧ નું રૂ.૭.૪ર કરોડનું પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતુ. જેમાં વિકાસના કામો તેમજ તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સનું નવીનીકરણ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોની આવકમાં દૂધની આવક ગણીને મોટી આવકનો દાખલો આપવામાં આવે છે તે બાબતે માલણ તાલુકા પંચાયત સીટના સદસ્ય સંજય ચૌધરીએ ધારદાર રજુઆતો કરીને આ બાબત સરકાર સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરતા આ બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેશ શાશિત પાલનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ લક્ષ્મીબેન સોમાભાઈ કાળમાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ર૦ અને ભાજપના ૮ મળીને કુલ ર૮ સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે ૬ સભ્યો ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં ર૦ર૦-ર૧ વર્ષનું રૂ.૭,૪ર,૬૧,૭૪પ નું પુરાંતવાળુ બજેટ રજુ કરવામાં આવ્યુ હતુ. જેને ઉપÂસ્થત સદસ્યો દ્વારા સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યુ હતુ. જેમાં વિકાસલક્ષી કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. તેમજ તાલુકા પંચાયતના ખંડેર બનેલ સ્ટાફ ક્વાર્ટરનું નવીનીકરણ કરવા તેમજ ખેડૂતોની આવકમાં દુધની સરેરાશ આવક ગણવામાં આવતી હોઈ ખેડૂતોને સરકારી સહાયમાં મુશ્કેલીઓ પડતી હોય તેમજ દૂધની આવકમાંથી મોટાભાગની આવક પશુપાલન પાછળ ખર્ચ થતી હોવા અંગે માલણ તાલુકા પંચાયત સીટના સદસ્ય સંજયકુમાર ચૌધરી દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેમાં પશુપાલકોના આવકના દાખલામાં દૂધના પગારની આવક ગણવામાં આવતી હોઈ ખેડૂતોને આવક વધી જતા તેઓ સરકારી લાભોથી વંચિત રહેતા હોય તેમની આવકમાં પશુપાલન પાવળનો ૬પ થી ૭૦ ટકા ખર્ચ કાપીને બાકીની રકમ જ ગણવામાં આવે તેવી રજુઆત કરી હતી. જે રજુઆત સરકાર સુધી પહોંચાડવા ઠરાવ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત ખાતે માલણ સીટના સદસ્ય સંજય ચૌધરીએ દરેક સભામાં મિડીયાને પણ ઉપÂસ્થત રાખવા રજુઆત કરી હતી અને સાથે સાથે સાધારણ સભાનું લાઈવ વિડીયો શુટીંગ થાય તે અંગે પણ રજુઆત કરી હતી તેમ સંજયભાઈએ જણાવ્યુ હતુ.

ગમ્યું તો આગળ શેર કરો.