પાલનપુર શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં મુખ્ય રોડ પર પ્રથમ વરસાદમાં જ ગટરના ભુંગળા તૂટી જતાં નગરપાલિકાના સત્તાધીશોની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
મારું પાલનપુર સ્વચ્છ પાલનપુર, સ્વસ્થ પાલનપુરની વાતો કરતાં પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો એક નજર પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઢુંઢીયાવાડી વિસ્તારમાં પણ કરે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે. આ વિસ્તારમાં મુખ્ય રોડ પર પ્રથમ વરસાદમાં જ ગટરલાઇનના ભૂગળા ફૂટી જતાં રોડ પર ગટરનું પાણી રેલાતાં લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વ્યાપક રાવ ઉઠવા પામી છે. ત્યારે શહેરમાં સ્વચ્છ પાલનપુરની વાતો વચ્ચે જ્યાં જુઅો ત્યાં ગંદકીના ઢગ ખડકેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર યોગ્ય પગલાં ભરે તેવી જન્મના પામી છે.
Home ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાલનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી ઢુંઢીયાવાડી વિસ્તાર મ ગટરલાઇનના ભુંગળા એક...
પાલનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી ઢુંઢીયાવાડી વિસ્તાર મ ગટરલાઇનના ભુંગળા એક જ વરસાદમાં તૂટી ગયા
બીજા સાથે સમાચાર શેર કરો.