આજે મોરબીમાં ચાલુ બાઇકે એક યુવકનાં ખીસ્સામાં મોબાઇલ ફાટવાની ઘટના બની હતી. આ બ્લાસ્ટ થવાનાં કારણે યુવક બાઇક પરથી પટકાયો હતો. રોડ પર પટકાતા તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટના વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી. જેમાં યુવાનનું મોબાઇલના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગુડ્ડુ સહાની (ઉ.વ 27) નામનો યુવક વાકાનેરમાં નોકરી કરતો હતો. જે સવારે બાઇક લઇમોરબી તરફ જઇ રહ્યો હતો.

ત્યારે તેના પેન્ટના ખીસ્સામાં READ MIનો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેથી યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો. અને તે નીચે પટકાયો હતો.

નીચે પટાયેલા યુવકને સાથળના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઉપરાંત અન્ય સ્થળે ગભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. રસ્તામાં જ તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ હતી.

Contribute Your Support by Sharing this News: