ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા જિલ્લામાં સરકારની કડક સુચના બાદ પણ ગૌચર તેમજ સરકારી પડતર જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણ તેમજ સંભવિત દબાણો અટકાવવાની કાર્યવાહી કરવામાં તંત્ર સાવ નિષ્ફળ નિવડ્યું છે. જિલ્લામાં વિવિધ હેતુ ધરાવતી સરકારી કબજા હેઠળની શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારની મૂલ્યવાન જમીનોનું સંરક્ષણ કરવા આદેશ અપાયા હતા. આ મામલે આવી જમીનોનું સર્વે કરી દબાણો હટાવી તેમજ ભવિષ્યમાં સંભવિત દબાણો ઉભા ન થાય તે માટે તારની વાડ તેમજ નોટિસ બોર્ડ મુકવા તાકીદ તાકીદ કરાઈ હતી. છતાં સરકારી તિજોરીમાંથી વર્ષે દહાડે તગડો પગાર લેતા સરકારી બાબુઓ આ મામલે લાપરવાહી દાખવી રહ્યા છે.