મહેસાણામાં વધુ પાંચ વ્યક્તિ કોરોનામાં સપડાયા, એકનું મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણામાં આજે કોરોના વાયરસના નવા ૫ કેસ સામે આવ્યા છે. આ સાથે વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયુ છે. આજે કડીમાં ત્રણ, બેચરાજીમાં એક અને જોટાણામાં એક કેસ મળી કુલ ૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે જોટાણામાં કોરોના પોઝિટીવ આવેલ ૮૦ વર્ષીય વૃધ્ધાનું સારવાર દરમ્યાન ચાર વાગે મોત થયુ છે.
ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે કોરોનાના પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં કડીની રાજવૈભવ સોસાયટીના ૫૨ વર્ષીય કલ્પેશભાઇ આચાર્ય, મંડાલીના શંકરભવન મંદીર વિસ્તારના ૬૦ વર્ષીય બળદેવભાઇ પરમાર, કડી સક્કરપુરાના ૪૬ વર્ષીય રેખાબેન ઘાંચી, કડી જુની બરોડા બેંકની બાજુના ૭૫ આદમભાઇ ઘાંચી અને જોટાણા પ્રજાપતિ વાસના ૮૦ વર્ષીય પસીબેન પ્રજાપતિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જોટાણાના પ્રજાપતિ વાસના પશીબેન શિવરાભાઇ પ્રજાપતિનું કોરોનાની સારવાર બાદ મોત થયુ છે. મહેસાણા જીલ્લામાં આજે ૭૪ સેમ્પલનું રીઝલ્ટ આવતા તેમાંથી ૬૯ સેમ્પલના રીઝલ્ટ નેગેટીવ તો ૫ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જીલ્લામાં હાલમાં કુલ એક્ટીવ કેસ ૨૨ છે. આ સાથે અત્યાર સુધી જીલ્લામાંથી કુલ ૭૧ લોકો કોરોના સામે જંગ જીતતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે કડી, બેચરાજી અને જોટાણા તાલુકામાં કોરોનાના નવા ૫ કેસ સામે આવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.