ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૮)

દેશના ઉત્તર ભાગમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે હવે ઉત્તર ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ડીસામાં મંગળવારે વધુ 0.8 ડિગ્રીના ઘટાડા સાથે તાપમાનનો પારો 9.8 ડિગ્રીએ ગગડયો હતો. નલિયામાં 8.8 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. તો મહેસાણામાં ત્રણ દિવસમાં વધુ 2 ડિગ્રી ઠંડી વધી હતી. રવિવારે 11.2 ડિગ્રીની સામે મંગળવારે 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે હજુ બે દિવસ ઠંડીનો ચમકારો વધશે તેમ હવામાન વિભાગે જ્ણાવ્યું છે.