ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો
ગરવીતાકાત ડીસા: માલગઢ મામાનગર વિસ્તારમાં આવેલા ખીમજ મા હાઈ ટેક કોલ્ડ સ્ટોરેજમાં અચાનક એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ મચી હતી. બનાવના પગલે ડીસા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
દુર્ઘટનાને પહોંચી વળવા કોઈ પ્રાથમિક સુવિધા નહીં: કોલ્ડ સ્ટોરેજ સંચાલકો કોઈ દુર્ઘટના સર્જાય તેના બચાવ માટે પ્રાથમિક સાધનો ઉપસ્થિત કરતા હોય છે પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે તંત્ર પાસે પૂરતી સાધન વ્યવસ્થા કે ટ્રેનિંગ આપેલો પૂરતો સ્ટાફ નથી.
ડીસા આસપાસ 150થી વધુ કોલ્ડ સ્ટોરેજ: ડીસા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં 150થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જોકે આ તમામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ટેન્ક આવેલો છે. એમોનિયા ગેસ હવામાં જલ્દી ભળી જાય છે, જે માનવ જાત માટે ગમે ત્યારે ખતરારૂપ સાબિત થઈ શકે છે.