પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા.(તારીખ:૦૪)

કડી તાલુકાના કુંડાળ ગામમાં ગુરુવાર રાત્રે યુવાનના ઘર આગળ આવી યુવાનને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી સાત ઈસમો દ્વારા માર મારતા યુવાનને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.કડી પોલીસ યુવાનની ફરિયાદ ના આધારે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા ગતિવિધિ હાથ ધરી છે. કુંડાળ ગામમાં રહેતા પટેલ સંદીપ બચુભાઈ એ નોંધાવેલ ફરિયાદ અનુસાર ગુરુવારની રાત્રે રે ઘરે હાજર હતો.

ત્યારે રાત્રે નવથી સાડા નવના સુમારે સાત ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી સૌપ્રથમ તેના ઘેર આવી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેને ધોકા વડે શરીરના પાછળના તેમજ મોઢા ઉપર માર માર્યો હતો.હુમલામાં ફરિયાદીના ગળામાં પહેરેલા સોનાનો દોરો કિંમત આશરે 25,000 રુ. તેમજ શર્ટના ખીસ્સામાં રહેલ 27,000 રૂપિયા ઝપાઝપીમાં નીચે પડી ગયા હતા જે આરોપીઓ લઈ ગયા હોવાની પોલીસ ને જાણ કરી હતી.

ઝપાઝપીમાં યુવાનના કપડાં પણ ફાટી ગયા હતા: હુમલામાં ઘવાયેલા યુવાનને કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ સામે વાળા પક્ષ તરફથી પણ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આરોપીઓ: (1) પટેલ ગૌરવ (ગોગો) નટુભાઈ (2) પટેલ અલ્પેશ શંભુભાઈ (3) પટેલ ઋતુ જયેશભાઇ (4) પટેલ ભાર્ગવ (ટાયસન) રમેશભાઈ (5) પટેલ અલ્પેશ (રઘો) ચંદ્રકાંતભાઈ (6) પટેલ જય (પિન્ટુ) બળદેવભાઈ (7) પટેલ વિકાસ પ્રવીણભાઈ (તમામ. રહે.કુંડાળ)