કડી તાલુકાના લ્હોર ગામમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું થતાં બંને પક્ષે નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેમાં બાવલુ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કુલ ૧૪ વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઈ એસ.એન.સોનારાએ વધુ તપાસ હાથ ધરી છે.

કડી તાલુકાના લ્હોર ગામમાં સવા વર્ષ પહેલાં ઠાકોર પાવનજી ગોવિંદજી તેમના સમાજની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી ભાગી ગયા હતા. એક જ ગામ અને સમાજ હોવાથી ગામના આગેવાનોએ યુવકને યુવતીના ઘર આગળથી પસાર નહીં થવાની શરતે સમાધાન કરવામાં આવ્યું હતું.

પરંતુ શનિવારે પાવનજી યુવતીના ઘર આગળથી પસાર થતાં યુવતીની માતાએ યુવકને ઘર આગળથી નીકળવા અંગે ઠપકો આપતાં યુવકે યુવતીની માતા સાથે ગાળાગાળી કરી બીજા લોકોને બોલાવી લાવી ગોવિંદજી ઠાકોર, ધુળાજી ઠાકોર અને વરસંગજી ઠાકોરને લોખંડના સળીયા તેમજ લાકડી અને ધારિયા જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ કલોલ લઈ જવાયા હતા.

વરસંગજી કાંતિજી ઠાકોરે આ મુજબની ફરિયાદ બાવલું પોલીસ સ્ટેશનમાં સાત લોકો સામે હતી. તો સામા પક્ષે ઠાકોર ગોવિંદજી ધનાજીએ નોંધાવેલી ફરીયાદ અનુસાર તેમનો દીકરો પાવનજી, કાંતિજી ભરમાજીના ઘર આગળથી પસાર થતાં યુવતીના માતા-પિતા સહિતે ગાળો બોલી લાકડી, ધારીયા સહિત હથિયારોથી હુમલો કરતાં યુવકના પિતા સહિતને ઇજા થતાં તેમને કડીની જીવનદીપ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

કોણે કોની સામે ફરિયાદ નોંધાવી

ઠાકોર વરસંગજી કાંતિજીએ ૧ – ઠાકોર ગોવિંદજી ધનાજી ૨ – ઠાકોર પાવનજી ગોવિંદજી ૩ -ઠાકોર ગોપાલજી ધનાજી ૪ – ઠાકોર અમૂજી ઇશ્વરજી ૫ – ઠાકોર તલાજી ઇશ્વરજી ૬ – ઠાકોર પ્રહલાદજી બબાજી અને ૭ – ઠાકોર અનિલજી ગોવિંદજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો ઠાકોર ગોવિંદજી ધનાજીએ ૧ – ઠાકોર વરસંગજી કાંતિજી ૨ – ઠાકોર કાંતિજી ભરમાજી ૩ – ઠાકોર દશરથજી નાગજીજી ૪ – ઠાકોર કુંવરજી ધુળાજી ૫ – ઠાકોર ધુળાજી ભરમાજી ૬ – ઠાકોર નાગજીજી ભરમાજી અને ૭ – ઠાકોર ચંદુજી ધુળાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.