જામનગર માં પુખ્ત પુત્રી ને પંજાબી સાથે વોટ્સએપ પર થયો પ્રેમ પિતા ગયા પોલીસ સ્ટેશન,જાનો હકીકત.

ગમ્યું તો આગળ શેર કરો.

     ગરવીતાકાત જામનગરઃ સોશ્યલ મીડિયાના વ્યાપના પગલે અનેક યુવાઓના ઘર બંધાઈ ગયા છે. વાત ફેસબુકની હોય કે ટ્વીટરની હોય કે, પછી વોટ્સએપની હોય, પ્રેમ વાર્તાના અનેક કિસ્સાઓમાં આ સમૂહ માધ્યમો કયાંકને કયાંક મુખ્ય ભૂમિકામાં રહ્યા છે. ત્યારે જામનગરમાં તાજેતરમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતીને વોટ્સએપ વાટે પંજાબી સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા પુત્રીએ એવું પગલું ભર્યું કે ચોકીદાર પિતાએ ના છૂટકે પોલીસનો સહારો લેવો પડ્યો. વડાપ્રધાન અને રાહુલ ગાંધી વચ્ચેના સંવાદ દરમ્યાન જામનગરના યુવક અને પરપ્રાંતીય યુવતી ટ્વીટરના માધ્યમથી એકબીજાની નજીક આવ્યા અને બંનેએ લગ્ન કરી લીધા, જો કે બંને યુવા હૈયાઓનો લગ્ન ગાળો ક્ષણભંગુર નીવડ્યો એ અલગ વાત છે, પરંતુ સોશ્યલ મીડિયાના કારણે બંને વચ્ચે સ્નેહનો સેતુ રચાયો હતો. ટ્વીટરનો કિસ્સો તાજો જ છે ત્યાં વોટ્સએપનો પ્રેમ સંબંધ સામે આવ્યો છે. શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનામાં વોચમેન તરીકે ફરજ બજાવતા શુનીલ નામના પિતાએ પોતાની પુત્રી મમતા ઉવ ૧૮ ગુમ થયાની સ્થાનિક પોલીસ દફતરમાં ગુમ નોંધ લખાવી છે.રણજીતનગર વિસ્તારના એક બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતી ગત તા ૧૦/૧/૨૦૧૯ના રોજ પાર્લર ગયા બાદ પરત ઘરે આવી ન હતી, અનેક જગ્યાએ, સગા સંબંધીઓ અને છેક નેપાળ સુધી શોધખોળ કર્યા બાદ પણ પુત્રી મળી નહીં, એક દિવસ જાણ થઇ કે પુત્રીને વોટ્સએપ વાટે એક પંજાબી યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. આખો દિવસ વોટ્સએપમાં જ રચીપચી રહેતી પુત્રીએ પોતાના પ્રેમીને પામવા તેની સાથે ચાલી ગયાની પિતાએ આશંકા દર્શાવી છે. આ કિસ્સાની પોલીસે ગુમ નોંધ લખી બંનેના લોકેશન મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો