નર્સના હાથ માંથી બાળક નીચે પડતા મોત થવાનો આક્ષેપ

અમદાવાદમાં એક પછી એક હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે. જ્યારે વીએસ બાદ હવે મણીનગરની એલજી હોસ્પિટલ (LG Hospital) ની ઘોર બેદરકારીના કારણે હોસ્પિટલમાં એક બાળકનો જન્મતાની સાથે જ મોત થવાનો બનાવ સામે આવ્યો છે. મણીનગરની એલજી હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે એક બાળકનું જન્મતાની સાથે જ મોત થયું છે. પરિવાજનો દ્વારા હોસ્પિટલમાં મહિલાની પ્રસૂતિ થયા બાદ બાળકી નીચે પડી જતા તેનું મોત થયાનો આક્ષેપ કરાયો છે. પરિવાર હોસ્પિટલમાં નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્સ સ્ટાફ ન હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યું છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ત્યારે અહીં અનેક સવાલો ઉભા થાય છે.

સળગતા સવાલ:

  • વારંવાર મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં કેમ આવી ઘટના બને છે?
  • આવી ઘટના બાદ પણ એલ.જી.હોસ્પિટલ તંત્ર ઊંઘી રહ્યું છે?
  • શું હોસ્પિટલની નર્સોની યોગ્ય તાલિમ વિના જ ભરતી કરી દેવાય છે?
  • માતા પર શું વેદના થતી હશે તેનો એલજી તંત્રને ખ્યાલ છે?
  • બેદરકારીના કારણે માતાએ પોતાનું નવજાત બાળક ગૂમાવ્યું તેનું જવાબદાર કોણ ?
  • આવી ગંભીર બેદરકારી ક્યાં સુધી થતી રહેશે?
  • જો આવું રહ્યું તો લોકો મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં કેવી રીતે વિશ્વાસ કરશે?