ગરવીતાકાત,બનાસકાંઠા: ધાનેરામાં સરકારી પશુ ડોક્ટર ને બેવડી કમાણી ગવર્મેન્ટ નોકરી હોવા છતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય છે પછી ડોક્ટરો પોતાના દવાખાને હાજર રહેવાનું હોય છે તેમ છતાં એક પણ દિવસ ડોક્ટરો પોતાના દવાખાને હાજર રહેતા નથી અને  આખો દિવસ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રોકડી કરી પોતાના માલિકને પેઢી હોય તે રીતે બિન્દાસ રહે છે છેલ્લા કેટલાક સમયથી ધાનેરા પશુ ચિત્કારી હોસ્પિટલમાં ફરજ બજાવતા નટુભાઈ પટેલ પોતે એક પણ દિવસ હાજર જોવા મળતા નથી અને પ્રાઇવેટ પ્રેક્ટિસ માં વ્યસ્ત હોય છે અને લોકોને ન્યાય મળતો નથી ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે અને યોજનાઓ થકી સહાય આપવામાં આવતી હોય છે તેમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને સરકારી ગ્રાન્ટો નો દુરુપયોગ કરી ખોટા ખર્ચાઓ ગ્રાન્ટો ચાઉ કરી જતા હોય છે ઘણી વખત સરકારી ગાડી નો પણ દુરઉપયોગ કરવામાં આવે છે સરકારી ગાડી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ માં વાપરી અને સરકાર ના નાણાં નો ગેર ઉપયોગ કરી મસમોટું નુકસાનથ વિશે આના કારણે પશુપાલકોને ન્યાય ન મળવાથી મોધી દાટ સરકારી રસીકરણ નો વેપાર થતાં હોવાનું જાણવા મળ્યું છલોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ બાબતે અતિ પછાત ગણાતા ધાનેરામાં જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે તપાસ કરાવી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા રાજસ્થાનની સરહદે આવેલા પછાત ગણાતા વિસ્તાર ના પશુપાલકોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે અને આ સરકારી પશુ ડોક્ટર અને કાયદાના પાઠ ભણાવવામાં આવે અને પોતાના હોસ્પિટલમાં હાજર રહે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

તસ્વીર અહેવાલ પ્રકાશ ડાભી ધાનેરા