ભરૂચના નિકોરા ગામે પ્રેમિકાને બીજા પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા પ્રથમ પ્રેમીએ લાકડીના સપાટા માથા અને ગુપ્ત ભાગે ઝીંકી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. નિકોરા ગામે ૪૦ વર્ષિય મહિલા તેમના પ્રથમ પ્રેમી જયંતિભાઈ ભાણાભાઈ દેવીપૂજક સાથે રહેતા હતા. બુધવારે મહિલાપોતાનાબીજાપ્રેમી રાણીયાભાઈ વસાવા સાથે એકાંતની પળો માણી રહ્યા હતાં. આ સમયે જયંતિભાઈ આવી જતા બંન્નેને કઢંગી હાલતમાં જોઈ ગયા હતા.

બાદમાં જયંતીભાઈએ હુમલો કરતાં રાણીયાભાઈ નાસી છૂટયા હતા. જયંતિભાઈએ મહિલાના માથા અને ગુપ્ત ભાગોએ લાકડીઓ ફટકારતા ગંભીર ઈજાઓના કારણે તેઓનું મોત નિપજયુ હતુ. પ્રેમીકાની હત્યા બાદ જયંતિ પણ ફરાર થઈ ગયો હતો દરમિયાતત ગુરૂવારે ચામજનોએ મહિલાની લાશ જોતા રુકલતીર્થઆઉટપોસ્ટને જાણ કરી હતી.

જયાંથી નબીપુર પોલીસનો કાફલો નિકોરા ગામે દોડી ગયો હતો. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.પોલીસે ભીખુભાઈ વસાવાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરી ફરાર પ્રેમીની શોધ આરંભી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.