બનાસકાંઠાના દિયોદરના એક ગામમાં ખેતરમાંથી પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. સાથે સાથે મૃતકની પત્નીને પણ ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાસકાંઠાના દિયોદરના એક ગામમાં ખેતરમાંથી પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. સાથે સાથે મૃતકની પત્નીને પણ ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગામના માથાભારે શખ્સોએ હત્યા કરી હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હત્યારાઓ નહીં પકડા ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે એવી પરિવારજનોએ ચિમકી ઉચ્ચારી છે. સાથે સાથે હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હંગામો કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. (આનંદ જયસ્વાલ, બનાસકાંઠા)
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પાલડી ગામમાં ખેતરમાંથી શિવાભાઇ મોદીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
સાથે સાથે શિવાભાઇ મોદીની પત્ની પણ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ગામના જ માથાભારે શખ્સોએ શિવાભાઇ મોદીની હત્યા કરી અને પત્નીને ઇજાગ્રસ્ત કરી હોવાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે.
હત્યારાઓ નહીં પકડા ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે એવી પરિવારજનોએ ચિમકી ઉચ્ચારી છે.
સાથે સાથે હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હંગામો કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.