ડીસામા ૩ મહિલા અને ધાનેરા સહીત ૬ કેસ આવતા કુલ આંક ૧૩૩ ઉપર પહોંચ્યો
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આજે ડીસામાં ત્રણ મહિલાઓ અને ધાનેરામાં અન્ય ત્રણ કેસ મળી કુલ ૬ નવા પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન હળવું બન્યા બાદ જાણે કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોય તેમ ફરીથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ત્રણ મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ધાનેરામાં અન્ય ત્રણ કેસ મળી કુલ જિલ્લામાં આજે વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ ભીડભાડ વધતા અને લોકલ સંક્રમણ પણ વધી રહ્યું હોય કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે પણ વધુ ૬ પોઝિટિવ કેસ મળી આવતા લોકોમાં ફરીથી કોરોનાનો ભય પ્રસરી રહ્યો છે.
આજે નવા પોઝિટિવ આવેલ દર્દીઓં ના નામ
(1) સોનલબેન મંગાભાઈ રાવલ રહે. વેલુનગર, ડીસા
(2)નિર્મલાબેન મધુકરભાઈ પંચાલ રહે,શ્રીનિવાસ સોસાયટી, ડીસા
(3) ઉષાબેન દિનેશભાઇ ઠાકોર  રહે.રાજ મંદિર પાસે, ડીસા
(4) સિંધી અજમતભાઈ સંજુભાઈ રહે.વાછોલ, ધાનેરા
(5) ભીલ વાસ્તાભાઈ જગદીશભાઈ રહે.ધાનપુર ખેડા,
(6) ચૌધરી ગજાભાઇ રાવતભાઈ રહે.બાપલા
Contribute Your Support by Sharing this News: