‘ઉતરન’ ફેમ અભિનેત્રી કૃતિકા દેસાઇના પતિ ઈમ્તિયાઝ ખાનનું અવસાન

શેર કરવા અહીં ક્લિક કરો.
ટીવીની જાણીતી અભિનેત્રી કૃતિકા દેસાઇ પર દુઃખોનો પહાડ તૂટી ગયો છે. કૃતિકા દેસાઇના પતિ અને અભિનેતા ઈમ્તિયાઝ ખાનનું અવસાન થઈ ગયું છે. ઈમ્તિયાઝ ખાનની ઉમર ૭૭ વર્ષ હતી. તેમ છતાં તેમના અવસાનનું કારણ હજુ જાણવા મળ્યું નથી.ઈમ્તિયાઝ ખાન અભિનેતા જયંત ખાનના પુત્ર અને અમજદ ખાન (શોલે કે ગબ્બર) ના ભાઈ હતા. જાણકારી મુજબ ઈમ્તિયાઝ ખાનનું અવસાન ૧૫ માર્ચના થયું હતું. બોલીવુડ સ્ટાર ઈમ્તિયાઝ અલીના અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.ઈમ્તિયાઝ ખાનના અવસાનના સમાચાર ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને આપ્યા છે. તેમને ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘દિગ્ગજ અભિનેતા જયંતના પુત્ર, દિવંગત અભિનેતા અમજદ ખાનના ભાઈ અને ગુજરાતી સ્ટેજ ફિલ્મ અને ટીવી અભિનેત્રી કૃતિકા દેસાઇના પતિ હિન્દી ફિલ્મ અભિનેતા ઈમ્તિયાઝ ખાનનું અવસાન થઈ ગયું છે. તે યાદો કી બારાત, ધર્માત્મા, દયાવાન જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. કુટુંબ સાથે અમારી પ્રાર્થના.ઈમ્તિયાઝ ખાનની સાથે ફિલ્મ ગેંગમાં કામ કરનાર જાવેદ જાફરીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે, ‘અનુભવી કલાકાર ઈમ્તિયાઝ ખાન હવે આ દુનિયામાં રહ્યા નથી. મેં તેમની સાથે ફિલ્મ ‘ગેંગ’ માં કામ કર્યું હતું. તે ઘણા સારા કલાકાર અને એક સારા વ્યક્તિ હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈમ્તિયાઝ ખાન યાદો કી બારાત, નર જહાં, ધર્માત્મા અને દયાવાન જેવી ફિલ્મોમાં કરી ચુક્યા છે. તેમ છતાં તેમને તેમના ભાઈ અમજદ ખાનની જેમ સફળતા પ્રાપ્ત થઈ નહોતી. અભિનેતા હોવાની સાથે-સાથે તે એક ડાયરેક્ટર પણ હતા. જ્યારે તેમની પત્ની કૃતિકા દેસાઇની વાત કરીએ તો તે ટીવીની પ્રખ્યાત અભિનેત્રી છે. તેમને મેરે અંગને મેં, શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી, ઉતરન, કુમકુમ- એક પ્યારા સા બંધન સહિત ઘણી સીરીયલ્સમાં કામ કર્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.