ગરવીતાકાત.(તારીખ:૦૪)

બજારમાં વેચાતા જંકફૂડ, ઓવર-ફ્રાઇડ ખોરાક અને વિવિધ સોફટ ડ્રિંક્સને લીધે, વધતી કોલેસ્ટેરોલની સમસ્યા તમામ વયના લોકોમાં સામાન્ય છે. કોલેસ્ટરોલના સ્તરમાં વધારો થવાને કારણે હૃદયરોગનું જોખમ સૌથી વધુ છે. આવી સ્થિતિમાં જો તમને રોજની કસરતની સાથે નિયમિત રીતે બદામ ખાવાની અને સંતુલિત આહાર લેવાની આદત પડી જાય છે, તો સ્વાસ્થ્ય સ્વસ્થ બની શકે છે.

ઘણી બિમારીઓમાં છે લાભકારી

ઉલ્લેખનીય છે કે બદામમાં પ્રોટીન, હ્રદય માટે જરૂરી વસા, વિટામિન-એ, ઈ વ ડી, રાઈબોફ્લેવિન, ફાઈબર , કેલ્શિયમ જેવાં પોષક તત્વો સહિત ખનીજો હાજર હોય છે. તેથી રોજીંદા જીવનમાં દરરોજ બદામનાં સેવનથી હ્રદય સાથે જોડાયેલી બિમારીઓ જેવી કે હાઈ બીપી, વધારે યૂરિક એસીડની સમસ્યા તથા અન્ય ઘણી બધી બિમારીઓમાં ફાયદા કારક હોય છે. શોધથી જાણવામાં મળ્યું છે કે બદામનુ ંસેવન કરવાથી ઘણી બધી બિમારીઓથી રક્ષમ મળે છે. જેવી કે હાર્ટએટેક, કોરોનરી હાર્ટ ડિઝીસ, બ્લોકેજ જેવા રોગોમાં હ્રદય સંબધિત બિમારીઓનું ઓછું કરવામાં મદદ કરે છે.

વધુ બદામ ન ખાવી જોઈએ: સ્થૂળતાવાળા લોકોએ બદામ અને અન્ય ડ્રાયફુટ ન ખાવા જોઈએ, એવું માનવામાં આવે છે કે આનાથી તેમનું વજન વધે છે. જો કે, કોઈપણ તેને મર્યાદિત માત્રામાં ખાઇ શકે છે.

નાના બાળકો 5 અને કિશોરો અને પુખ્ત વયના લોકોએ તેમના આહારમાં દરરોજ 10 થી 12 બદામ ઉમેરવા જોઈએ. જ્યારે સ્થૂળતા, કિડનીની સમસ્યાઓ અને ડાયાબિટીઝના દર્દીઓએ નિષ્ણાતની સલાહ સાથે આહારમાં તેમનો જથ્થો શામેલ કરવો જોઈએ.