photo credit= twitter

કોન્ગ્રેસના વરીષ્ઠ નેતા જે ક્યારેય મંત્રીમંડળમાં રહ્યા નથી એવા એહમદ પટેલનુ 71 વર્ષની ઉંમરમા અવશાન થયુ છે. થોડા સમય પહેલા એહમદ પટેલ કોરોના વાઈરસના સંક્રમણ આવ્યા હતા. આજે રાત્રે લગભગ 30 મીનીટે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના મોતથી કોન્ગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે જ્યારે પણ કોન્ગ્રેસને તેમની જરૂર પડતી ત્યારે તેઓની મહત્વની ભુમીકા હમ્મેષા રહેતી. જ્યારે પણ કોન્ગ્રેસ ઉપર કોઈ સંકટ આવે ત્યારે તેઓ ગમે તેમ કરી પાર્ટીને સમષ્યામાંથી બહાર લાવી દેતા હતા.

પોલીટીકલ કરીયર

વર્ષ 1977 માં ભરૂચથી પ્રથમવાર ચુંટાઈ આવેલા એહમદ પટેલની ઈલેક્ટોરલ પોલીટીક્સની શરૂઆત થઈ હતી. તેઓ જ્યારે 1977 વાળુ ઈલેક્શન જીત્યા ત્યારે તેઓ માત્ર 26 વર્ષના હતા. ત્યાર બાદ તેઓ 1980 અને 1984 નુ ઈલેક્શન પણ જીત્યા હતા.  તેમને 1988 માં જવાહર ભવન ટ્રસ્ટના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેહરુની જન્મ શતાબ્દી ઉજવણી માટે સમયસર જવાહર ભવનનું નિર્માણ પૂર્ણ કરવાનું શ્રેય પણ તેમને આપવામાં આવે છે. 1985 માં રાજીવ ગાંધીએ તેમને સંસદીય સચીવ બનાવ્યા હતા. તેમની સાથે અરૂણ સીંહ અને ઓસ્કર ફર્નાડીંસ ને સચીવ બનાવાયા હતા. જેથી તેમની આ જોડીમાં રાજનીતીક ગલીયારામાં અમર-અકબર-એન્થોનીની જોડી તરીકે ઓળખાતા હતા. એહમદ પટેલને 2005 માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. સોનીયા ગાંધીના ખાસ આદમી હોવા છતા તેઓ યુપીએ 1 અને 2 માં મંત્રીમંડળમાથી બહાર રહ્યા હતા.  એહમદ પટેલ વર્ષ 2001 થી 2017 સુધી સોનીયા ગાંધીના રાજનીતીક સચીવ રહ્યા હતા. વર્ષ 2018માં રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ તેમને પાર્ટીના કોષાધ્યક્ષ બનાવાયા હતા. વર્ષ 2008 માં જ્યારે વામપંથી પાર્ટીઓએ પરમાણુ કરાર વખતે સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો ત્યારે એહમદ પટેલની ભુમીકા મહત્વની રહી હતી સરકાર જાળવી રાખવા માટે.

ગુજરાતમાંથી એહસાન ઝાફરી બાદ લોકસભામાં ચુંટાયેલા તે બીજા મુસ્લીમ નેતા હતા. જેથી તેમની પ્રથમ જીત બદલ તેમના વ્યક્તિત્વની પ્રંશશા થવા માંડી હતી. 

છેલ્લુ રાજ્યસભાનુ ઈલેક્શન, કોન્ગ્રેસ અટેકીંગના બદલે ડીફેન્સીવ મોડ પર જતી રહેલ

તેમનુ છેલ્લુ ઈલેક્શન 2017નુ રાજ્યસભાનુ હતુ. જેમાં ભાજપે વધારાનો એક ઉમેદવાર ઉભો કરી તેમને રાજ્યસભામાં જતા રોકવાનો પ્રયત્ન કરેલો પરંતુ ચુંટણી સમયે શક્તિસીંહ ગોહીલના કારણે તેમનો રાજ્યસભાનો માર્ગ પ્રસસ્થ બન્યો હતો. 

એહમદ પટેલનુ છેલ્લુ ઈલેક્શન ખુબ ચર્ચામાં રહ્યુ હતુ.  કેમ કે એક તરફ રાજ્યમાં પુરની પરિસ્થીતી હતી અને બીજી તરફ રાજ્યસભાનુ ઈલેક્શન થવાનુ હતુ. આ દરમ્યાન ભાજપે કોન્ગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરતા કોન્ગ્રેસ તેમના ધારાસભ્યોને કર્ણાટકના એક રીઝોર્ટમાં લઈ ગયા હતા. જેથી ભાજપવાળા કોન્ગ્રેસના ધારાસભ્યોને તોડી ના શકે. કર્ણાટકમાં એ વખતે કોન્ગ્રેસની ગર્વમેન્ટ હતી. જેથી કોન્ગ્રેસે તે સેફ પ્લેસ લાગતુ હતુ. ત્યાર બાદ વોટીંગના સમયે કોન્ગ્રેસના એક ધારાસભ્યે ક્રોસ વોટીંગ કરી ભાજપના એજન્ટને ખુલ્લેઆમ બેલેટ બતાવેલુ. જેથી શક્તિસીંહ ગોહીલે આ ઘટના જોઈ જતા મુદ્દાને કોર્ટ સુધી લઈ ગયેલા જ્યા ક્રોસ વોટીંગ કરેલા ધારાસભ્યનો વોટ રદ(ઝીરો) થયેલો. જેથી ભારે એક્સરસાઈઝ બાદ એહમદ પટેલની જીત થયેલી. તેમના આ છેલ્લા ઈલેક્શનમાં તેમની સામે ભાજપે બળવંતસીંહ રાજપુતને નોમીનેટ કર્યા હતા. જે એ વખતે કોન્ગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. 

એહમદ પટેલના 2017 ના રાજ્યસભા ઈલેક્શન વખતે અંદર ખાને એમ પણ ચર્ચાઈ રહ્યુ હતુ કે ભાજપે જાણી જોઈ બળવંતસીંહ રાજપુતને ઉભા કરી ચર્ચાને ડાઈવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં ભાજપ સફળ પણ થયુ હતુ. કેમ કે બળવંતસીંહ રાજપુતને જીતવા માટે ભાજપને 16 ધારાસભ્યો ખુટતા હતા. છતા પણ તેમને એહમદ પટેલ સામે ઉભા કરી કોન્ગ્રેસને ડીફેન્સીવ મોડ ઉપર લાવી દીધી હતી. જો આમ ના થયુ હોય તો અમીત શાહના નોમીનેસન ઉપર ચર્ચા થાત. કેમ કે રાજ્યસભામાં અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રતીભાઓ જ નોમીનેટ થઈ ચુંટાતા હોય છે. રાજ્યસભામાં લેખકો,સાહીત્યકારો,અર્થશાસ્ત્રીઓ,જજો,વકીલો,ડોક્ટર્સ જેવા એક્સપર્ટ ચુંટાતા હોય છે. તેની સામે અમીત શાહને એક કેસ બદલ તડીપાર કરવામાં આવેલા એવા ઉમેદવાર વિશે કોઈ ચર્ચા જ નહોતી થઈ. અમીત શાહની ચાતુર્યભરી નીતી ને કારણે કોન્ગ્રેસ અટેક કરવાના બદલે ડીફેન્સીવ મોડ ઉપર આવી ગઈ હતી. 

 

Contribute Your Support by Sharing this News: