ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અનંત દવે અને જસ્ટીશ બીરેન વૈષ્ણવની બેંચ દ્વારા ગુજરાત પોલીસને એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારાપકડવામાં આવતા આરોપીને જાહેરમાં મારવા અને તેમનું સરઘસ કાઢવા સામે નારાજગી વ્યકત કરતા આ મામલે ગુજરાત સરકારને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 ભાવનગરના કુખ્યાત શૈલેષ ઘાંઘલીયાને પકડયા બાદ ભાવનગર પોલીસ દ્વારા શૈલેષને ભરબજારમાં લાવી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તેને જાહેરમાં ફટકારવામાં આવ્યો હતો, આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પીટીશન થઈ હતી.જેમાં પોલીસ દ્વારા આરોપીઓ સાથે અમાનવીય વ્યવહાર થતો હોવાનો આરોપ મુકી કાયદાની વિરૂધ્ધમાં આરોપીનું સરઘસ કાઢવા ઉપર પોલીસ દ્વારા આરોપીઓને કુકડો બનાવવામાં આવતો હોવાની રજૂઆત થઈ હતી.

 આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી પોતાની પક્ષ રજુ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે પોતાના જવાબમાં જણાવ્યુ હતું, આવી દસ ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી છે. આવી ઘટના માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમજ તેમને નિયમ પ્રમાણે કડક શિક્ષા પણ કરવામાં આવશે, હાઈકોર્ટ દ્વારા સરકારના જવાબ બાદ સરકારને નિર્દેશ આપ્યો હતો કે આ પ્રકારના કામ કરતા પોલીસ અધિકારીને રોકવા માટે રાજય સરકારે દ્વારા સમગ્ર પોલીસ અધિકારીઓને આ પ્રવૃત્તી રોકવા માટે નિર્દેશ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવા આદેશ સાથે પીટીશનનો નિકાલ કર્યો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.