દેશના પ્રધાનમંત્રીનું પ્લાસ્ટીક મુક્ત ભારતનો ફિયાસ્કો……

રહીશોને આ સ્થિતિમાં મુકવા માટે જવાબદાર કોણ???…….

ગરવીતાકાત,ઇડર: ઇડર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવેછે જ્યારે હાલમાં સમગ્ર શહેરમા કચરાના ઢાગોઢગ જોવા મળીરહ્યા છે જ્યારે ઈડરના મીરા દરવાજા સગરવાડાના નાકે પ્લાસ્ટિક ના કચરાના ઢાગોઢગ થી હાલમાં પરિસ્થિતિ વિકટ સર્જાઈ છે હાલમાં કચરાના રોડપર ઠલવાયેલ ઢગ જેમાં વધારે પડતો કચરો પ્લાસ્ટિક જોવા મરેછે ઇડર નગરપાલિકા દ્વારા સાફસફાઈ ન કરાતા સ્થાનિક રહીશોના અને અહીંથી પસાર થતા રાહદારીઓના સ્વાસ્થ્યનું જોખમ સર્જાયું છે એક બાજુ આપણા દેશના વડાપ્રધાન સ્વચ્છતાની એક જુમ્બેશ ચલાવી પ્લાસ્ટીક મુક્ત ભારત બનાવવા જેઇ રહ્યા છે ત્યારે ઇડર શહેરમાં જ્યા જુવો ત્યાં પ્લાસ્ટિકના ઉકરડા જોવા મળી રહ્યા છે ઇડર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ખાલી મોટી મોટી વાતો કરી લાખો કરોડો રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચ કરવામાં આવેછે તો આટલા રૂપિયા ખર્ચ કરવા છતાં ઇડર શહેરમા જ્યા જુવોત્યાં પ્લાસ્ટિકના ઉકરડા જોવા મળી રહ્યા છે  જેને લઈ અહિયાંથી પસાર થતા સ્થાનિકોને અને રાહદારીઓને મુશ્કેલ બની રહ્યું છે.

હાલમાં અહિયાં અબોલ જીવો ગાયો,કુતરાઓ આ પ્લાસ્ટીક ખાવા માટે મજબુર બન્યા છે આ કચરાના ઢગોઢગથી સમગ્ર એરિયામાં દુર્ગંધ ફેલાઇ રહીછે જેને લઈ અહિયાં વસવાટ કરનાર લોકોના,નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સ્વાસ્થ્ય સાથે કરાતા ચેડા માટે જવાબદાર કોણ? શું અહીના સત્તાધીશોને આ બધું દેખાતું નહિ હોય કે પછી સ્વચ્છતા નામે ઇડર નગરપાલિકાના સત્તાધીશોદ્વારા મોટામોટા બણગા ફેંકવામાં  આવી રહ્યા છે.

અહીના રહીશોનું કહેવું છેકે ઇડર નગરપાલિકાના સત્તાધીશો અહી આવી જુવેતો ખરેખર અહીની વાસ્તવિકતાની શું પરિસ્થિતિ છે તેમણે ખબર પડે બસ ખાલી સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવાથી સ્વચ્છતા નથી થતી સાહેબ એકવાર ખુરસી છોડી શહેરના હાલ જાણોતો ખબર પડે કે ઇડર શહેર કેટલું સ્વચ્છ અને પ્લાસ્ટીક મુક્ત છે જો આમને આમ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાં મોટો રાગચારો ફાટી નિકળે તેવી ભીતિ સેવાઈ રહી છે……

શુ ઈડરના વિસ્તારોમાં આવી પરિસ્થિતિ રહેશે તો પ્લાસ્ટિક મુક્ત ભારત બનશે ખરું???

તસ્વીર અહેવાલ પ્રફુલ બારોટ સાબરકાંઠા ઇડર

બીજા સાથે સમાચાર શેર કરો.