હૈદરાબાદ: ખુલ્લા મેદાનમાં 30 ફુટના અંતરમાં 4 લાશ, મૃતક આરોપીના હાથમાં બંદૂક

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,તારીખ:૦૬ 

હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા (Hyderabad Gangrape Murder Case)ના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટર (Police Encounter)માં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઈવે-44 (NH-44)ની પાસે થયું છે. કેસમાં ચારેય આરોપીઓના લાશોની તસવીરો સામે આવી છે. આરોપીની લાશો મળવાની જગ્યા એક બીજાથી થોડા-થોડા અંતરે છે. એન્કાઉન્ટર સ્થળની જે તસવીરો સામે આવી છે તેમાં એક મૃતક આરોપીના હાથમાં બંદૂક જોવા મળી રહી છે. મૂળે, હૈદરાબાદ રેલવે સ્ટેશનથી 24 કિમી દૂર શમશાબાદ ટોલ પ્લાઝાની પાસે ખાલી મેદાનમાં પીડિતાની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાસ્થળની પાસે જ રાજીવ ગાંધી ઇન્ટરનેશન એરપોર્ટ છે.

આરોપીઓનું અહીં જ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ચારેય આરોપીઓની લાશો એક-બીજાથી 20થી 30 ફુટના અંતે મળી છે. સાઇબરાબાદના પોલીસ કમિશ્નર (Cyberabad Police Commissioner) વીસી સજ્જનાર (V.C. Sajjanar)એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોલીસ આરોપીઓને ક્રાઇમ સ્પોટ ખાતે તપાસ માટે લઈ ગઈ હતી. ત્યારે આરોપીઓએ લાકડીઓથી હુમલો કરી દીધો અને પોલીસ પાસેથી હથિયાર છીનવી લીધા. ત્યારબાદ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સજ્જનારે વધુમાં જણાવ્યું કે, પોલીસે તેમને ચેતવ્યા અને સરેન્ડર કરવા માટે કહ્યું પરંતુ આરોપીઓ ફાયરિંગ કરતા રહ્યા. તેથી અમારે પણ વળતી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું જેમાં એન્કાઉન્ટરમાં તેમના મોત થયા. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા અને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ક્રાઇમ સીન રિક્રિએશન માટે પોલીસ લઈ ગઈ હતી – આરોપીઓનું એન્કાઉન્ટર એ જ સ્થળે થયું જ્યાં તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેઓ આરોપીઓને ક્રાઇમ સીન રિક્રિએશન કરાવવા માટે લઈ ગયા હતા. એન્કાઉન્ટરનું સ્થળ – જે સ્થળે એન્કાઉન્ટર થયું ત્યાં માત્ર એક ઘર હતું. તે ઘરના એક સભ્યએ જણાવ્યું કે, સવારે 4 વાગ્યાની આસપાસ તેઓએ ચાર – પાંચ અવાજો સાંભળ્યા જે ફાયરિંગનો હતો. ઘટનાસ્થળ અને તેની સાથે જોડાયેલા તથ્યોની ફોરેન્સિક તપાસ ચાલ રહી છે. હૈદરાબાદના ગાંધી હૉસ્પિટલના પાંચ લોકોની ટીમ ફોરેન્સિક તપાસ કરવા માટે પહોંચી હતી.

ગમ્યું તો આગળ શેર કરો.