ગરવી તાકાત, કડી
ઇમામ હુસેનની શહાદત અને કરબલાની યાદમાં સમગ્ર વિશ્વમાં મુસ્લીમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારી ના કારણે રાજ્ય સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ કડી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામ આવેલ હતી અને મોહરમ માસની ચાંદ ૯ રાત્રે અને મોહરમના દિવસે કડી શહેરની હુસેની તાજિયા કમિટીના દ્વારા કડીના કસ્બા વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં નીકળતો જુલુસ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

આ પણ વાચો – ઓનલાઈન ઠગાઈ કરી 7,85,000 ની રકમ ખાતામાંથી ઉપાડી લેનાર આરોપી ઝડપાયા

સોશિયલ ડિસ્ટન્સ પાલન કરીને મોહરમની ઉજવણી કરવામાં આવી હતી અને કડી શહેરમાં હુસેની તાજિયા કમિટી દ્વારા પાર્સલ પેકિંગમાં નીયાજ તકસિમ કરવામાં આવી હતી.  જે અંગે અખબારી યાદીમાં કડી કસ્બા હુસેની તાજિયા કમિટીના અગ્રણી શ્રી યાસીન કુરેશી અને ઈરફાન દિવાન દ્વારા જણાવવામાં આવે છે કે આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારી ધ્યાનમાં રાખીને તાજિયા જુલુસમાં મોકૂફ રાખવામાં આવેલ છે અને સરકાર શ્રી ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરેલ જોવા મળી આવેલ છે.
ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. કરબલા એ ઈરાકનુ શહેર છે.જ્યાં બેટલ ઓફ કરબલા નામનુ યુધ્ધ થયુ હતુ, આ દિવસે મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે. શીયા મુસ્લીમ માને છે કે ઈમામ હુસેનની શહીદી માટે જવાબદાર સુન્ની મુસ્લીમ છે.
રીપોર્ટ – જૈમિન સથવારા, એડીટ – નીરવ