ગરવી તાકાત,અમદાવાદ

અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં જ પતિએ આપધાત કરી લીધો, ૧૩ દિવસ પહેલા જ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો જાે કે મરતા પહેલા યુવકે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી જે પરિવારના સભ્યોએ ચેક કરતા પત્નીને પડોસી યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું રેકોર્ડિંગ બહાર આવ્યું હતું.જેથી આ મામલે મૃતકની માતાએ પુત્રવધૂ અને પ્રેમી સાથે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી છે

પણ વાંચો – દેવામાં ડુબી જવાથી દાહોદના એક પરીવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા

સુત્રોના જણાવ્યા અનુસાર ગીતમંદિર વિસ્તારમાં ગૌરીબેન દેવજીભાઇ મારૂ તેમના બે સંતાન દિપક અને ભરત સાથે રહેતા હતાં ભરતના આઠેક વર્ષ પહેલા દક્ષા સાથે લગ્ન થયા બાદ રક્ષા પણ તેમની સાથે રહેવા લાગી હતી અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી સાત સપ્ટેમ્બરના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતાં અને કહ્યું કે દિપકને આપી દેજે ત્યારબાદ ભરત સુઇ ગયો હતો જાે કે બીજા દિવસે ઉઠતા ભરત ત્યાં હતો નહીં અને બાજુની રૂમમાં ભરતે આત્મહત્યા કરી લીધી હતી.

Contribute Your Support by Sharing this News: