• વાવાઝોડું પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે ફુંકાશે
  • વાવાઝોડું વેરાવળથી 300 કિલો મીટર દૂર ઓમાન તરફ
  • વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા

ગરવીતાકાત અમદાવાદઃ ગુજરાતમાં આવનારુ સંભવિત ‘વાયુ’ વાવાઝોડું મધરાત્રે ઓમાન તરફ ફંટાયુ છે. જો કે વાવાઝોડાની દિશા બદલાય હોવા છતાં તે ગુજરાતને અસર તો કરશે જ. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે. આ દરમિયાન વાવાઝોડું પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે ફુંકાશે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 300 કિલો મીટર દૂર ઓમાન તરફ છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે.મધરાત બાદ વાવાઝોડાંનો રૂટ બદલાયા બાદ આ વાવાઝોડાની સોમનાથ, પોરબંદર, દ્વારકા પર અસર જોવા મળશે.પરંતુ ગુજરાતને ટકરાશે નહીં. જો કે વાવાઝોડુ રાજ્યમાં લેન્ડ ફોલ થવાને બદલે માત્ર અસર કરીને જતુ રહેશે.

Contribute Your Support by Sharing this News: