આજ થી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેને લઈને ગ્રામીણ વિસ્તાર તેમજ શહેર ની મહિલાઓ દશામાની મૂર્તિઓ લેવા માટે કડી માં  બજારો માં ભારે ધસારો જોવા મળ્યો હતો.
કડી ના ગાંધીચોકના બજારમાં અવનવા રંગરૂપમાં દશામાની મૂર્તિઓ જોવા મળી હતી.ખૂબ જ મહત્વ રહેલું છે આ વ્રતનું મહિલાઓમાં અને હિન્દુ ધર્મના લોકો માં ભક્તોના દુઃખ દા હરનારીમાં દશામાં ના વ્રતનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે.બજારોમાં નાની થી મોટી અને અનેક  રૂપરંગ માં  મૂર્તિઓનું વેચાણ જોવા મળી રહ્યું છે.
કડી ના બજારમાં દશામાની મૂર્તિ, અબીલ,ગુલાલ,ચુંદડી, સહિત અન્ય પૂજાપાની ખરીદી કરી દિવાસાના દિવસે શુભ મુહૂર્ત દશામાની મૂર્તિની પૂજા, અર્ચના, આરતી, થાળ, ભજન, કરી દસ દિવસ સુધી સ્થાપના કરે છે
 આમ દસ દિવસ સુધી મહિલાઓ સવાર સાંજ પૂજા, અર્ચના ,આરતી કરી માતાજીની ભક્તિમાં ભક્તિમય બની , દશામાના વ્રત પૂરા થતાં મહિલાઓ મોટી સંખ્યામાં વહેલી  સવારે શુભ મુહૂર્ત પ્રમાણે પોતાના માથા ઉપર દશામાની મૂર્તિ ને બેસાડી તળાવમાં પધરાવવા જાય છે ,તેમજ માતાજીના ગુણગાન ગાતાં ગાતાં ભાવપૂર્વક દશામાની મૂર્તિને પાણીમાં પધરાવે છે.
Contribute Your Support by Sharing this News: